Charotar Sandesh
ગુજરાત

ગુજરાત વિધાનસભાના ચુંટણીમાં કોંગ્રેસના સીએમ પદના ઉમેદવાર બનશે નરેશ પટેલ ! આ તારીખે થશે મોટો ધડાકો

કોંગ્રેસ નરેશ પટેલ Naresh Patel

ગાંધીનગર : આગામી વિધાનસભાને ગુજરાત રાજકારણીઓએ તૈયારીનો દોર શરૂ કરી દીધો છે, ત્યારે એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી આગામી દિવસમાં મોટા રાજકીય ધડાકા કરે તેવી પુરી શક્યતા જોવા મળી રહી છે, ત્યારે મળતી માહિતી મુજબ રાજસ્થાનમાં અશોક ગેહલોતના નેજા હેઠળ પ્રશાંત કિશોર અને નરેશ પટેલ વચ્ચે બેઠક મળી હતી જેમાં ગુજરાત વિધાનસભાના ચુંટણીમાં કોંગ્રેસના સીએમ પદના ઉમેદવાર નરેશ પટેલ બનશે તેવું સુત્રો તરફથી જાણવા મળી રહ્યું છે, જે સમાચારને લઈ ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ મચી જવા પામી છે.

કોંગ્રેસના રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે ગુજરાતના રાજકારણમાં મહત્ત્વનો ખેલ પાડ્યો

કોંગ્રેસ નરેશ પટેલ (Naresh Patel Congress) ને લઈ ૧૫ એપ્રિલની આસપાસના કરી શકે છે મોટી જાહેરાત

સુત્રો તરફથી મળતી માહિતી મુજબ, રાજસ્થાનના જયપુરમાં પ્રશાંત કિશોર સાથે નરેશ પટેલ (Naresh Patel Congress) ની બેઠક થઈ છે. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે નરેશ પટેલને કોંગ્રેસમાં ખેંચી જવાનો સમગ્ર ખેલ પાડ્યો છે, અને પ્રશાંત કિશોરની ફોર્મ્યૂલા આખરે રાહુલ ગાંધીએ સ્વીકારી છે.

ગુજરાતમાં રાહુલ ગાંધીની હાજરીમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીને નરેશ પટેલ કોંગ્રેસ (Naresh Patel Congress) માં જોડાશે તેવી ચર્ચા

આ બાબતે નરેશ પટેલની અગાઉ રાહુલ ગાંધી સાથે ટેલિફોનિક વાતચીત થઇ હતી, જેમાં નરેશ પટેલે પોતાની તમામ માંગણીઓ રાહુલ ગાંધી સામે મુકી હતી. આ ઉપરાંત નરેશ પટેલને કોંગ્રેસની કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવવામાં આવશે અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરાઈ શકે છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન અધિકારીક રીતે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી શકે છે.

Other News : સાંસદ મિતેશ પટેલે આણંદ રેલ્વે સ્ટેશનના બ્યુટીફીકેશનનો પ્રશ્ન સંસદમાં રેલવે મંત્રી સમક્ષ ઉઠાવ્યો, જુઓ

Related posts

ચાર રાજ્યોમાં ભવ્ય જીત બાદ આજથી બે દિવસ પીએમ મોદી ગુજરાતમાં : ચુંટણીનું રણશિંગુ ફુંકશે

Charotar Sandesh

ભાડાનું રાજકારણ : કેન્દ્ર અને કોંગ્રેસના વિવાદોની વચ્ચે ફસાયેલા પરપ્રાંતિયો મૂંઝવણમાં મુકાયા…

Charotar Sandesh

કાતિલ ઠંડી : ડીસામાં ૧૦ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આબુમાં માઇનસ ૪.ડિગ્રી તાપમાન…

Charotar Sandesh