Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ઉમરેઠ બેઠક પર હારેલ ઉમેદવાર NCPના જયંત બોસ્કીએ હારનું મુખ્ય કારણ જણાવ્યું, જુઓ

જયંત બોસ્કી

આણંદ : જિલ્લામાં કોંગ્રેસના ગઢમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ છે. પ્રજાએ ભાજપમાં ઉપર વિશ્વાસ રાખી ચરોતરમાં કમળ ખીલાવ્યું છે, જેમાં ઉમરેઠ બેઠક પર ભાજપના ગોવિંદ પરમારને રિપિટ કરવામાં આવ્યાં હતાં. જેમને ૯૬,૧૪૫ મત મળ્યાં હતાં. સામે તેમના કટ્ટર હરિફ એનસીપીના પટેલ જયંત રમણભાઈ (બોસ્કી)ને ૬૬,૮૨૨ મત મળતાં ભાજપના ગોવિંદ પરમારને ૨૯,૩૨૩ મતે વિજય જાહેર કરાયા હતાં.

દરેક સમાજનો મને ફુલ સપોર્ટ હોવા છતાં પણ મારી હાર થયેલ જેનું મુખ્ય કારણ ઈવીએમ મશીન જ છે : જયંત બોસ્કી

ત્યારે આ બાબતે એનસીપીના જયંત બોસ્કીએ આક્ષેપ કરતાં જણાવેલ છે કે, વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ના પરિણામ પરથી સ્પષ્ટ લાગે છે કે દરેક સમાજનો મને ફુલ સપોર્ટ હોવા છતાં પણ મારી હાર થયેલ જેનું મુખ્ય કારણ ઈવીએમ મશીન જ છે. મને ભાજપ પક્ષના ઉમેદવારે નથી હરાવેલ મને ઈવીએમ મશીને ચૂંટણી હરાવેલ. ઈવીએમના પરિણામના લીધે ઉમરેઠ વિધાનસભાની જનતાની લાગણી દુભાઈ છે. જ્યાં સુધી ઈવીએમ રહેશે ત્યા સુધી ભાજપ સિવાય અન્ય કોઈ પણ પક્ષે ઇલેકશન લડવું ના જોઈએ. સમગ્ર ગુજરાતમાં ચૂંટણીમાં ઉત્સાહ સાથે મહેનત કરનારા એનસીપી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ તેમજ જીતના વિશ્વાસ સાથે ઈવીએમ અને કોંગ્રેસ ના ઉમેદવારોને મત આપનાર પ્રજાજનોની અપેક્ષાઓ પર પાણી ફરી ગયું છે. આ ઈવીએમ કે કોંગ્રેસ ના ઉમેદવારો ની હાર નહિ પરંતુ લોકશાહી ની હાર થયેલ છે.

Other News : ભાજપે નવી સરકાર રચવાની તૈયારી શરૂ કરી : ગુજરાતમાં સંભવિત મંત્રી મંડળ, જુઓ

Related posts

આણંદમાં પ્રથમ દિવસે હેલ્‍થ વર્કર અને ૬૦ વર્ષથી ઉંમરની કુલ ૬,૫૨૨ વ્‍યકિતઓએ બુસ્‍ટર ડોઝ મૂકાવ્‍યો

Charotar Sandesh

આણંદ શહેર સહિત જિલ્લામાં આજે વધુ ૮ કેસો નોંધાયા : ૧ દર્દીનું મોત નિપજ્યું…

Charotar Sandesh

અડાસ ગામે શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવા યોજાયેલ સમારોહ…

Charotar Sandesh