Charotar Sandesh
ગુજરાત

નવી ગાઈડલાઈન : રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ ર૭ શહેરોમાં આ તારીખ સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત

રાત્રિ કર્ફ્યુ

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ નાઇટ કર્ફ્યુ આઠ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

નાઇટ કર્ફ્યુની હાલની જે સમયાવધિ તા.૨૯-૧-૨૦૨૨ના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે લંબાવીને ૪ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે

રાજ્યના જે શહેરોમાં કોરોના કેસો વધુ છે, તેવા ૧૯ નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ ૨૯ જાન્યુઆરી ૨૦૨૨થી દરરોજ રાત્રે ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.

કર્ફ્યૂમાં રાહત – આ સેવા/કામગીરીને છૂટ

  • મેડિકલ, પેરા-મેડિકલ, એને લગતી સેવાઓ
    ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ કામગીરી.
    ઇન્ટરનેટ, ટેલિફોન, મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર તથા આઇટી સબંધિત સેવાઓ.
    પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા તથા અખબાર વિતરણ સાથે સંકળાયેલા કર્મચારીઓને છૂટ.
    પેટ્રોલ, ડીઝલ, LPG, CNG, PNG સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીને છૂટ મળશે.
    પોસ્ટ, કુરિયર સેવાઓ તથા ખાનગી સિક્યોરિટી સેવાઓ.
    પશુ-આહારા, ઘાસચારો તથા પશુઓની દવા સંબંધિત સેવાઓ. કૃષિલક્ષી કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ તથા અન્ય આવશ્યક સેવાઓ.
    આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન અને સંગ્રહ સંબંધિત સેવાઓ.
    તમામ ઉદ્યોગોને રૉ-મટીરિયલ પૂરી પાડતા એકમો ચાલુ રહેશે. તેમના સ્ટાફ માટે વાહનવ્યવહારને મંજૂરી.
    બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે.

Other News : રાજ્યમાં ઈલેક્ટ્રિક કાર ખરીદનારને કોઈ ટેક્સ ભરવો નહીં પડે

Related posts

ગુજરાતની આ પવિત્ર જગ્યાઓ કરાવશે આધ્યાત્મિકતાનો અહેસાસ… જાણો… કઈ કઈ..?

Charotar Sandesh

હાઇકમાન્ડ શંકરસિંહ વાઘેલા અંગે અંતિમ નિર્ણય લેશે : ભરતસિંહ સોલંકી

Charotar Sandesh

આમ આદમી પાર્ટી ગુજરાત-યૂપી સહિત છ રાજ્યોમાં ચૂંટણી લડશેઃ કેજરીવાલની જાહેરાત

Charotar Sandesh