Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આગામી ૩૧મી જુલાઇએ આણંદમાં ક્ષત્રિય એકતા સ્વભિમાન મહારેલી : જિલ્લા સ્તરનું શકિત પ્રદર્શન કરાશે

ક્ષત્રિય સમાજની એકતા

વિધાનસભાની ચૂંટણીમાં ક્ષત્રિય ઉમેદવારો ઝંપલાવશે : કરણી સેના રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ રાજ શેખાવત

આણંદ : શહેરમાં આગામી ૩૧મી જુલાઇના રોજ ક્ષત્રિય એકતા સ્વભિમાન મહારેલી યોજાશે, જેમાં ક્ષત્રિય સમાજની એકતાની જિલ્લા સ્તરનું શકિત પ્રદર્શન કરાશે તેમ યોજાયેલ પત્રકાર કોન્ફરન્સમાં જણાવેલ છે.

આ સાથે કરણી સેના રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ રાજ શેખાવતે જણાવેલ કે, આવનાર વિધાનસભાની ચૂંટણીમાં જે કોઈ રાજકીય પાર્ટી ક્ષત્રિય સમાજના પ્રભુત્વ ધરાવતાં ઉમેદવારી માટે ટીકીટ આપશે તેને વિજય બનાવાશે. તેમજ જો કોઈ ટીકીટ નહીં આપે તો, ઉમેદવારને અપક્ષમાં ઉમેવદવારી નોંધાવીને એકથઈ વિજય બનાવીશું.

યોજાનાર કાર્યક્રમની વિગતમાં આગામી ૩૧મી બપોરે ૩ કલાકે વલાસણ મેલડી માતાના મંદિરથી કરમસદ તેમજ વિદ્યાનગર ઇસ્કોન મંદિરથી ટાઉનહોલ રોડ – લોટેશ્વર ભાગોળ થઇને ચિખોદરા શુભમ પાર્ટી પ્લોટ મુકામે ક્ષત્રિય એકતા સ્વભિમાન મહારેલી યોજાશે.

Other News : કેમિકલકાંડમાં ગૃહ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી : PI-PSI-DYSP સહિત છ સસ્પેન્ડ, પોલિસબેડામાં ખળભળાટ

Related posts

કોંગ્રેસના ગઢ આંકલાવમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કર્યા કોંગ્રેસ-આપ ઉપર આકરા પ્રહાર, જુઓ

Charotar Sandesh

પક્ષી બચાવ કેમ્પની સાંસદ મીતેશભાઈએ મુલાકાત લઈને સંસ્થાના સ્વયંસેવકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું

Charotar Sandesh

આણંદમાં લોકલ સંક્રમણ વધતાં જિલ્લા પોલિસ સતર્ક : હવે થોડી પણ ઢીલ જોખમી…

Charotar Sandesh