Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતમાં મોહન ભાગવતના સ્વાગતમાં ભાજપના કોઈ નેતા હાજર નહીં

મોહન ભાગવત

સુરત : રાજનીતિમાં નો રિપીટ થિયરીના પ્રયોગ માટે ભાજપે ગુજરાતને પસંદ કર્યું છે. મુખ્યમંત્રીપદેથી રાજીનામાં બાદ તાજેતરમાં વિજય રૂપાણીએ પણ રાજકોટ સંઘ કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ અંગે પણ ખુબ અટકળો ચાલી હતી. ભાજપના પિતૃ સંગઠન મનાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે.

આજે વહેલી સવારે સુરત રેલવે સ્ટેશન પર તેમનું સંઘના કાર્યકરો દ્વારા સ્વાગત કરાયું હતું પણ ભાગવતને આવકારવા માટે ભાજપના કોઈ નેતા રેલ્વે સ્ટેશને નહોતા આવ્યા. ગુજરાત સરકારમાં ફેરફાર બાદ સંઘના વડા મોહન ભાગવત પહેલી વાર ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. ભાગવતે ત્રણ દિવની યાત્રાની શરૂઆત સુરતથી કરી છે. આજે વહેલી સવારે ભાગવત સુરત રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. મોહન ભાગવત સુરતમાં બે દિવસ રોકાણ કરવાના છે. તેમના કાર્યક્રમ અંગે સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરાઈ. મોહન ભાગવત આખા દિવસ દરમ્યાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કાર્યકરો સાથે બેઠકો કરશે.

મોહન ભાગવત ગુજરાતની અચાનક જ મુલાકાતે આવ્યા છે અને તેમના સત્તાવાર કાર્યક્રમની કોઈ જાહેરાત કરાઈ નથી પણ હવે તેમના આગમન વિશે જાણ થતાં શહેર ભાજપના આગેવાનો મોહન ભાગવતની મુલાકાત લઈ શકે છે તેવી જાણકારી મળી છે. મહત્વનું છે કે ગુજરાતની રાજનીતિમાં થયેલા ફેરફાર બાદ આ ભાગવતની મુલાકાત મહત્વની સાબિત થઇ શકે છે. ગુજરાત રાજકીય પ્રયોગશાળા તરીકે પણ ઓળખાય છે. ગુજરાત પર ભાજપ અને ઇજીજીની પકડ અને ઈતિહાસ લાંબો રહ્યો છે. ગુજરાતમાં રાજકીય પ્રયોગો પણ ખૂબ જોવા મળ્યા છે. ગુજરાત ભાજપ માટે રાજકીય પ્રયોગશાળા તરીકે પણ ઓળખાય છે.

Other News : ગુજરાત હાઈકોર્ટે ૨ વર્ષમાં પાસાના ૩,૪૪૭ હુકમ રદ કરી દીધા

Related posts

સગીર વાહન ચલાવશે તો માતાપિતા દોષી ગણાશે : મોટર વ્હીકલ સુધારા બિલને મંજૂરી

Charotar Sandesh

ખુલ જા સીમ સીમ : ગુજરાતના બજેટના વાદળોમાંથી યોજનાઓનો વરસાદ

Charotar Sandesh

રોફ જમાવવા પોલીસ ગાડી જેવી રેડ-બ્લ્યુ લાઈટ લગાવવું યુવકને ભારે પડ્યું : ધરપકડ કરાઈ

Charotar Sandesh