Charotar Sandesh
ગુજરાત

વેક્સિનેટેડ સંક્રમિત થાય તો ઓક્સિજન કે વેન્ટિલેટરની જરૂર નહી હોય : સિવિલ અધિક્ષક

કોરોના વેક્સિન

રાજકોટ : હાલમાં નોંધાયેલા બે કેસની વાત કરીએ તો આ દર્દીઓ ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સીટીઝન છે. અને તેમણે કોરોના વેક્સિનનાં બંને ડોઝ લીધા હોવા છતાંય તેઓ સંક્રમિત થયા છે. આ બંને દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી.

જોકે વેક્સિનની અસરને લઈ બન્નેની તબિયત એકદમ સ્થિર છે. આ પૈકી કોઈને ઑક્સિજન કે વેન્ટિલેટરની જરૂર પડી નથી. ખૂબ ટૂંકા ગાળામાં બંને સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય તેવું લાગી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વેક્સિનનાં બંને ડોઝ લેનારને કોરોના થઈ શકે છે. પરંતુ તેઓ વધુ સિરિયસ કન્ડિશનથી બચી જાય છે.

માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે કે, કોરોનાનો ઈલાજ માત્ર વેક્સિન જ છે

અમુક લોકો એવું કહે છે કે વેક્સિન નહીં લઈએ. પરંતુ આ યોગ્ય નથી. અને આવા લોકો જ્યારે સંક્રમણનો ભોગ બને ત્યારે તેમણે ઘણીવખત જીવ ગુમાવવાનો વારો આવે છે. માટે લોકોએ કોઈપણ પૂર્વગ્રહ રાખ્યા વિના સમયસર વેક્સિનનાં બંને ડોઝ લઈ લેવા અતિ આવશ્યક છે.કોરોના વાઈરસનો નવો વેરિઅન્ટ ’ઓમિક્રોન’ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અને તેની સાથે રાજકોટમાં કોરોનાનો તરખાટ યથાવત છે. ગઈકાલે એક જ દિવસમાં ૧૧ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.

પરંતુ કોરોનાના તરખાટની વચ્ચે વેક્સિનનું સુરક્ષાકવચ યથાવત રહ્યું છે છેલ્લા દિવસોમાં નોંધાયેલા પોઝિટિવ કેસમાં જેટલા પણ લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમને કોરોનાની વધુ અસર થઇ નથી અને માઈલ્ડ સીમટોમ્સ જોવા મળ્યા છે.

આ અંગે સિવિલ અધિક્ષક આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મોટા ભાગના કેસમાં રસીનાં બંને ડોઝ લેનાર કોરોના સંક્રમિત થાય તો તેને વેન્ટિલેટર કે ઑક્સિજનની જરૂર પડતી નથી.

Other News : વડોદરામાં એક જ દિવસમાં ૭ લોકોના ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આરોગ્ય વિભાગ દોડતું થયું

Related posts

ભરશિયાળે વરસાદી માહોલ : ડેડિયાપાડામાં ૨.૮૭ ઇંચ વરસાદ ખાબક્યો…

Charotar Sandesh

ઇતિહાસમાં પ્રથમવાર વિજ્ઞાનપ્રવાહનું ૧૦૦ % પરિણામ જાહેર

Charotar Sandesh

સમગ્ર ગુજરાત બન્યું કોરોનાગ્રસ્ત, હવે અમરેલીમાં પણ વાયરસનો પગપેસારો…

Charotar Sandesh