અમદાવાદ : હવે ગુજરાત વિધાનસભાની ચુંટણી વહેલી યોજાશે તેવી સંભાવનાને લઈ રાજકારણમાં ગરમાવો આવતાં નેતાઓએ તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પોતાની પાર્ટી અંગે નારાજગી બતાવી છે, અને આક્ષેપ કર્યો છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે કે હું પાર્ટી છોડી દઉં અને મને ખુબ હેરાન કરવામાં આવે છે.
ખોટા માણસને ખોટો કહું એ અમારા સ્વભાવમાં નથી : ભરતસિંહ (bharatsinh)
હાલ તો હાર્દિક પટેલ ભાજપ પાર્ટીમાં જોડાશે તેવી શક્યતા અને ચર્ચાઓ વહેતી થઈ છે, ત્યારે આ મુદ્દે ભરતસિંહે મિડીયા સાથે વાતચીતમાં જણાવેલ, ખોટા માણસને ખોટો કહું એ અમારા સ્વભાવમાં નથી. પરંતુ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ વિશે જણાવ્યું કે, નરેશભાઈને કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા મેં જ આમંત્રણ આપેલ હતું, નરેશ પટેલના આવવાથી વાંધો જ હોત તો હું તેમને મળવા જ ન જાત.
Other News : આણંદ સિવિલ હોસ્પિટલ સાકાર કરવાનો મુદ્દો ફરી લોલીપોપ બની રહ્યો : નગરજનોમાં રોષની લાગણી, જુઓ