Charotar Sandesh
ગુજરાત

હવે ગુજરાતમાં ધો- ૧ થી ૫ના ઑફલાઈન વર્ગો શરૂ કરવા તૈયારીઓ શરૂ

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું મોટું નિવેદન
ટૂંક સમયમાં કોર કમિટીની બેઠક બોલાવી નિર્ણય લેવામાં આવશે

ગાંધીનગર : કોરોનાના કારણે દેશ-વિદેશમાં વિદ્યાર્થીઓને સૌથી મોટું નુકશાન થઈ રહ્યું હતું. કારણે કે વિદ્યાર્થી વર્ગ એટલે આવનાર સમયનું ભવિષ્ય, જેનો પાયો આ સમયમાં પાકો થાય તેવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય કરિયર ખરાબ થાય તે કોઈપણ દેશ કે રાજ્ય સરકાર ન વિચારી શકે તેને ધ્યાને લઈ તમામ દેશો પોત-પોતાના દેશ અને રાજ્યમાં ધીમે ધીમે કોરોના ગાઈડલાઈન પ્રમાણે શાળા- કોલેજો ખુલી રહ્યા છે.

તેમાં ગુજરાતમાં પણ પહેલા કોલેજો ત્યારબાદ ધો.૧૦ થી ૧૨ અને પછી ધો.૬ થી ૯ના વર્ગો ની શાળાઓ ઓફલાઈન શરૂ કર્યા બાદ હવે ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ધો.૧થી ૫ના વર્ગો પણ ઓફલાઈન શરૂ કરવાની તૈયારીઓ ચાલુ છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની અસર લગભગ ખતમ થઈ રહી છે, ત્યારે સરકાર દ્વારા પણ કેટલીક છૂટછાટો અપાઈ રહી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તબક્કાવાર સ્કૂલો શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે આજે ધોરણ ૧ થી ૫ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટું નિવેદન આપ્યું છે.

કેવડિયા ખાતે શુરપાણેશ્વર મહાદેવની પૂજા કરવા આવેલા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ગુજરાતમાં પહેલા કોલેજ પછી ધોરણ ૧૦ થી ૧૨ અને ગત અઠવાડિયે ધોરણ ૬ થી ૮ના ઑફલાઈન વર્ગો શરૂ કરવામાં સરકાર સફળ રહી છે. વાલીઓ પણ પોતાના બાળકોને સ્કૂલોમાં મોકલી રહ્યાં છે અને શિક્ષકો પણ ઉત્સાહિત થઈને વિદ્યાર્થીઓને ભણાવી રહ્યાં છે. એવામાં ટૂંક સમયમાં કોર કમિટીની બેઠક બોલાવવામાં આવશે. આ બેઠકમાં આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિદોની સલાહ બાદ ધોરણ ૧ થી ૫ની પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી શકે છે. આથી અમે હવે પછીના તબક્કામાં ધોરણ ૧ થી ૫ના ઑફલાઈન વર્ગો શરૂ કરવાનું વિચારી રહ્યાં છીએ.

Other News : ખુશખબર : આણંદ જિલ્લો ૧૭ માસ બાદ કોરોનામુક્ત બન્યો : ૧૫ દિવસમાં એક પણ કેસ નહીં

Related posts

રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર : દિવાળીમાં રાત્રે આ બે કલાક જ ફટાકડા ફોડી શકાશે, જાણો વિગત

Charotar Sandesh

ગુજરાતનું વુહાન બનવા જઈ રહ્યું છે અમદાવાદ…

Charotar Sandesh

નવા વર્ષની શરૂઆતમાં જ ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ થાય તેવી સંભાવના…

Charotar Sandesh