સુરત : સુરત જિલ્લામાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ જતાં પાલિકા સતર્ક બની છે. ત્યારે ચિંતાજનક રીતે કોરોના બાળકોમાં પણ પ્રસરી રહ્યો છે. જહાંગીરપુરા રહેતો અને ભુલકા વિહાર સ્કુલમાં ધોરણ ૯માં ભણતો વિદ્યાર્થી સંક્રમીત થયો છે.સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવ્યો છે.
વેક્સિનના બે ડોઝ ન લેનારા પર પાલિકા દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. વેક્સિન ન લેનારને સરકારી ઈમારતો અને બસમાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. વેક્સિન તમામ લોકોને મળી રહે તે માટે પાલિકા દ્વારા આજે ૧૫૭ સેન્ટર શરૂ રાખવામાં આવ્યાં છે.
શહેરમાં ગુરૂવારે વધુ ૦૯ અને જિલ્લામાં ૦૧ કેસ સાથે કુલ ૧૦ નવા કેસ સામે આવ્યાં છે
આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧,૪૪,૧૬૨ થઈ છે. શહેર જિલ્લામાં એક પણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. જ્યારે શહેરમાંથી ૦૫ દર્દીઓ અને જિલ્લામાંથી ૦૦ દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી ડિસ્ચાર્જની સંખ્યા વધીને ૧,૪૧,૯૯૩ થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૫૨ થઈ છે.
પાલિકા દ્વારા તમામ લોકોને રસી મળી રહે તે માટે પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યાં છે. આજે પાલિકા દ્વારા રસીકરણના પ્રથમ ડોઝ માટે ૪૫ સેન્ટર અને બીજા ડોઝ માટે ૯૯ સેન્ટર શરૂ કરાયા છે. આ સાથે જ કોવેક્સિન રસી માટે ૧૧ સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જ્યારે વિદેશ જવા ઈચ્છતા લોકો માટે પણ અલગથી ૨ સેન્ટર યથાવત રખાયા છે. જેથી કુલ ૧૫૭ સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Other News : રાજ્ય સરકારે ૬ દિવસ બાદ સત્તાવાર પેપર લીકની કબૂલાત કરી : ૬ની ધરપકડ, ૪ની શોધ ચાલુ