Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત

મોરબી દુર્ઘટના પર પીએમ મોદીએ કહ્યું, હું એકતાનગરમાં છું પણ મારું મન મોરબીના પિડીતો સાથે જોડાયેલું છે

પીએમ મોદી

પીએમ મોદી આજે સરદાર પટેલની જન્મજયંતિના અવસરે કેવડિયા પહોંચ્યા હતા

કેવડિયા : PM મોદી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયા ખાતે પહોંચ્યા હતા, અને સરદાર સાહેબને નમન કર્યા અને પુષ્પ અર્પણ બાદ સંબોધન કરતા પીએમ મોદીએ મોરબી દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું કે, હું એકતાનગરમાં છું, પણ મારું મન મોરબીના પિડીતો સાથે જોડાયેલ છે, હું તેઓના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું, ગુજરાત સરકાર ગતરોજથી જ રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલ છે, અને કેન્દ્ર સરકાર પણ તેઓની મદદ કરી રહી છે.

આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના બાબતે જણાવેલ કે, ગુજરાતમાં ગતરોજ જે ઘટના બની તેમાં અનેક લોકોએ પોતાના જીવ ગયા છે, સૌથી પહેલા હું દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં માર્યા ગયેલા તમામ લોકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું, જે લોકોના મૃત્યુ થયા છે તેમને શાંતિ મળે.

Other News : મોરબીમાં મોતનો પુલ : મૃત્યુઆંક ૧૫૦થી વધુ થયો, ઘટનાના ભયાનક સીસીટીવી ફુટેજ આવ્યા સામે, જુઓ

Related posts

તંત્ર આળસ ખંખેરતુ નથી, ગૃહમંત્રીને રજૂઆત કરીશ : ડભોઈ ધારાસભ્ય શૈલેષ સોટ્ટા, જાણો વિગત

Charotar Sandesh

કોરોના સામે લડાઈમાં ’ગુજરાત મોડેલ’ નિષ્ફળ : રાહુલ ગાંધી

Charotar Sandesh

સૌરાષ્ટ્રમાં જોડિયામાં ૧૪ ઈંચ, મોરબીમાં ૧૦ ઈંચ, રાજકોટમાં ૬ ઈંચ વરસાદ…

Charotar Sandesh