Charotar Sandesh
ગુજરાત

નવરાત્રિના પ્રથમ દિવસે યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ તસ્વીરો

અંબાજીમાં ભક્તો

બોલ મારી અંબે જય જય અંબે… ના નાદથી અંબાજી ચાચરચોક ગુંજ્યો…

અંબાજી : આજથી મા આદ્યશક્તિના પાવન પર્વ નવરાત્રિનો શુભારંભ થયો છે, ત્યારે યાત્રાધામ અંબાજીમાં મા અંબાના શરણે પ્રથમ નોરતે ભક્તો-શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટ્યું છે. સમગ્ર અંબાજી વહેલી સવારથી જ શક્તિમય બની ગયું હતું અને બોલ મારી અંબે, જય જય અંબે…ના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું.

આજે સોમવારે નવરાત્રિના પહેલા નોરતે માઈ ભક્તોએ મા અંબાનાં દર્શન કરી ધન્યતા અનુભવી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો અંબાજી પહોંચ્યા હતા અને મંદિર પરીસર બોલ મારી અંબે, જય જય અંબે…ના નાદથી ગુંજી ઊઠ્યું હતું.

આજે અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજ દ્વારા ઘટ સ્થાપન કરાયેલ, ભટ્ટજી મહારાજે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપનાની વિધિ કરેલ.

Other News : પહેલા નોરતે જ રાજ્યભરમાં છુટાછવાયો વરસાદ : ખૈલેયાઓ અને આયોજકો ચિંતામાં, આ તારિખ સુધી આગાહી

Related posts

દમણથી આવેલી લક્ઝરીમાંથી દારુની ૩૬૦થી વધુ બોટલો ઝડપાઈ, ૪૩ની ધરપકડ…

Charotar Sandesh

મિશન-૨૦૨૨ : સોમવારે પાટીલ સહિત ભાજપ નેતાઓની મહત્વપૂર્ણ બેઠક…

Charotar Sandesh

કોરોના કહેર વચ્ચે ભાજપના ધારાસભ્યોએ સત્કાર સમારોહને લઇને રેલી યોજી…

Charotar Sandesh