Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામમાં વંદુપદરચનાના દ્વિશતાબ્દી પર્વએ ૨૨ હજાર સમૂહપાઠ થયા

વડતાલધામ

વડતાલધામ શ્રી લક્ષ્મિનારાયણ દ્વિદશાબ્દિ મહોત્સવના ઉપક્રમે શનિવારે વડતાલ મંદિરમાં વંદુપદરચનાના દ્વિશતાબ્દી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વંદુસહજાનંદ રસરૂપ કિર્તન દ્વિદશાબ્દિના અવસરે સામુહિક વંદુપદગાન થયું હતું.

બે હજારથી ઉપરાંત સ્ત્રી-પુરૂષ હરિભક્તોએ ઉપસ્થિત રહીને ૨૨ હજાર વંદુપાઠનો લાભ લીધો હતો

આ પ્રસંગે અમદાવાદ મેમનગર ગુરૂકુળના પુરાણી હરિસ્વરૂપદાસજી ઉપસ્થિત રહી સમુહવંદુપદગાન કરી પ્રેરકબર પુરૂ પાડ્યું હતું. આ પ્રસંગે વડતાલ શ્રીલક્ષ્મિનારાયણદેવ પીઢાધીપતિ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે વંદુપદનો મહિમા સમજાવ્યો હતો. અને દરેક હરિભક્તોને આગામી દ્વિદશાબ્દી મહોત્સવ પ્રસંગે વંદુનો પાઠ કરવા અનુરોધ કર્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આગામી શ્રી લક્ષ્મિનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ નહીં પણ મહામહોત્સવ બની રહેશે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશસ્વામી, મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજીસ્વામીએ પ્રસંગોચિત ઉદબોધનમાં વંદુના પાઠનો નિયમ ધારણ કરવા દરેક હરિભક્તોને અનુરોધ કર્યો હતો. આ સભામાં બ્રહ્મસ્વરૂપસ્વામી, શ્રીવલ્લભસ્વામી, સંતબાલસ્વામી તથા એસજીવીપી ગુરૂકુળ અમદાવાદના ૪૦થી વધુ સંતો અને ૧૭૫ જેટલા બ્રહ્મકુમારો ઉપસ્થિત રહી વંદુના પાઠ કર્યા હતા. સુરતના હરિભક્તોએ આચાર્ય મહારાજને ૨૦૦ ફુટ લાંબો કલાત્મક હાર પહેરાવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના જાણીતા લોકગાયક હસમુખભાઇ પાટડીયા, આર્કીટેક વિજયભાઇ ગોળવિયા વેગેરેનું સંતોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ.શ્યામવલ્લભસ્વામીએ કર્યું હતું.

Other News : વડતાલધામ દ્વિશતાબ્દી નિમિતે સંપ્રદાયના છ ધામમાં એકાદશીએ 13 હજાર કિલો લીલી અને કાળી દ્રાક્ષનો અન્નકૂટ

Related posts

આણંદ : ચિખોદરા પશુદાણ ગોડાઉનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : ૪ શખ્સોની ધરપકડ…

Charotar Sandesh

બાળમજૂરી કરતા પ બાળકોને છોડાવતી આણંદ જિલ્લા મદદનીશ શ્રમ આયુક્ત ટીમ

Charotar Sandesh

અમુલના એમડી પદેથી આરએસ સોઢીનું રાજીનામું, નવા એમડી તરીકે જયેન મહેતાની નિમણૂક

Charotar Sandesh