Charotar Sandesh
ગુજરાત

પહેલા રસી પછી જ રાસ : રાજ્ય સરકારે કહ્યું : ગરબા-દશેરા અને શરદ પૂનમની ઉજવણીમાં રસીના બંને ડોઝ જરૂરી

રસીના બંને ડોઝ

ગાંધીનગર : આ વર્ષે કોરોનાની સ્થિતિ થોડી હળવી થતા સોસાયટી અને ફાર્મ હાઉસોમાં તથા શેરી ગરબાને નિશ્ચિત નિયમો સાથે મંજુરી આપવામાં આવી છે. જો કે હાલ આ અંગે એસઓપીની જાહેરાત કરવામાં આવી નથી. સરકાર દ્વારા આ અંગે ટુંક જ સમયમાં જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત કર્ફ્યૂમાં પણ ૧ કલાકની રાહત આપવામાં આવી છે. હવે કર્ફ્યૂ રાત્રે ૧૨ વાગ્યાથી લાગુ પડશે જે સવારે ૬ વાગ્યા સુધી લાગુ રહેશે. આ ઉપરાંત નવરાત્રી દરમિયાન રેસ્ટોરન્ટને પણ છુટ આપવામાં આવી છે.

તમામ સ્થળે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન થાય તેની તકેદારી માટે તમામ પોલીસ કમિશનર, કલેક્ટર અને એસપીને સૂચના

રાજ્ય સરકારે નવરાત્રિને અનુલક્ષીને શેરી ગરબા અને સોસાયટી-ફ્લેટમાં યોજાતા ગરબાને ૪૦૦ લોકોની મર્યાદામાં યોજવાની મંજૂરી આપતી જાહેરાત કર્યા બાદ ગૃહ વિભાગે તેની ડીટેઇલ ગાઇડલાઇન જારી કરી છે. જે મુજબ ગરબા અને દુર્ગાપૂજા, શરદ પૂર્ણિમા, દશેરા જેવા તહેવારોની ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જોઇશે. તમામ સ્થળે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન થાય તેની તકેદારી માટે તમામ પોલીસ કમિશનર, કલેક્ટર અને એસપીને સૂચના આપવામાં આવી છે.

અન્ય તમામ સામાજિક, રાજકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક કાર્યક્રમો ૪૦૦ વ્યક્તિઓની હાજરીમાં યોજી શકાશે, બંધ હોલમાં ક્ષમતાના ૫૦ ટકાનું ધોરણ જાળવવું પડશે.

Related News : બ્રેકિંગ : નવરાત્રિને લઈ રાજ્ય સરકારનો નિર્ણય : ૪૦૦ લોકોની મર્યાદા સાથે શેરી ગરબા યોજી શકાશે, જાણો વિગત

Related posts

ગુજરાતમાં હરિદ્વાર કુંભમેળામાંથી પરત આવેલા ૩૪ ગુજરાતીઓ કોરોના સંક્રમિત…

Charotar Sandesh

ટિકિટ ફાળવણી મુદ્દે નારાજ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું રાજીનામું…

Charotar Sandesh

રાજ્યમાં આજથી ૧૦ ઓગષ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી…

Charotar Sandesh