Charotar Sandesh
ઈન્ડિયા ગુજરાત

મુંબઈ શહેરમાં ભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ અપાયું : ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહી

મુંબઈ શહેરમાં ભારે વરસાદ

મુંબઈ : ધોધમાર વરસાદે જન જીવન અસ્તવ્યસ્ત કરી નાખેલ છે, જેથી લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે, સાયન, બોરિવલી (dombivali), કાંદિવલી (kandivali) સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાવા પામેલ છે, અંધેરી સબ વે પાણી ભરાવવાના કારણે બંધ કરવો પડ્યો છે, મુંબઈમાં આગામી શુક્રવાર સુધી ભારે વરસાદની રહેવાની સંભાવના છે.

ભારતીય મોસમ વિભાગે શુક્રવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરેલ છે

હવામાન વિભાગે પાંચ દિવસના પૂર્વાનુમાનમાં જણાવેલ છે કે મુંબઈ (mumbai) અને ઠાણેમાં શુક્રવાર સુધી ભારે વરસાદ પડી શકે છે, સ્થિતિને જોતા ઘણા સ્થાને NDRFની ટીમો રખાઈ છે. સીએમ એકનાથ શિંદેએ પ્રશાસનને સતર્ક રહેવાનો નિર્દેશ આપેલ છે, નદીયોના જળસ્તર ઉપર પણ નજર રાખવા જણાવેલ છે, મુંબઈ શહેરમાં સોમવારે સાંજે પણ ભારે વરસાદ વરસેલ હતો, જેના કારણે પાણી ભરાઇ ગયા હતા.

એક પ્રકારે અનુસાર લગાવતા કહી શકાય કે સવારે ૮.૩૦ થી સાંજે ૮.૩૦ સુધી કોલોબા ઓબ્ઝર્વેટરીએ ૬૬.૪ મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે સાંતાક્રુઝમાં ૪૦.૪ મિમી વરસાદ નોંધાયો છે. રાત્રે પણ વરસાદ વરસ્યો હતો. આગામી કેટલાક દિવસ ભારે વરસાદ અને નદીઓની સંભવિત સ્થિતિને જોતા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અધિકારીઓને સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો છે.

મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું કે સીએમએ રાયગઢ અને રત્નાગિરી જિલ્લાના કલેક્ટરોને નજર રાખવા કહ્યું છે. સ્થિતિની ગંભીરતા જોતા ઘણા વિસ્તારમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવાઈ છે. મુંબઈ સિવાય નાગપુર, રત્નાગિરી, ચિપલુન, મહાડ અને રાયગઢમાં પણ NDRFની ટીમો લગાવવામાં આવેલ છે. રાજ્યમાં વરસાદી માહોલ છવાયું છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરેલ છે. ત્યારે સોમવારે ૧૫૬ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં ૬.૩૬ ઇંચ વરસાદ વરસેલ છે.

Other News : પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ પિતાના ફોટા સાથે ઈમોશનલ સંદેશ શેર કર્યો

Related posts

‘સાહો’નું હિન્દી ડબિંગ પણ પ્રભાસ જ કરશે

Charotar Sandesh

નિર્ભયાના ચારેય દોષિતોને એક સાથે ફાંસી અપાશે : દિલ્હી હાઈકોર્ટ

Charotar Sandesh

જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં એટીએસ ટીમે માસ્ટર માઈન્ડ સહિત ૧૫ની અટકાયત

Charotar Sandesh