Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાના સરકારી દવાખાનાઓ ખાતે ઓક્સિજન પ્લાન્ટ ચકાસણી સંબંધિ મોકડ્રીલ યોજાઈ

ઓક્સિજન પ્લાન્ટ

આણંદ : શિયાળાની ઋતુની શરૂઆતની સાથે રાજ્યની સાથે આણંદ જિલ્લામાં શરદી-ખાંસી અને તાવના કેસોમાં થતા વધારાને ધ્યાને લઈ આગમચેતીના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. દિપક પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલ – પેટલાદ, જનરલ હોસ્પિટલ – આણંદ, સામુહિક આરોગ્ય કેન્દ્ર – વાસદ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર – તારાપુર ખાતે કાર્યરત Oxyzen Plantની ચકાસણી સંબંધી mockdrill યોજાઈ હતી.

આ મોકડ્રીલના ભાગરૂપે Oxyzen Plant શરૂ કરી દરેક બેડ સુધી ઓક્સિજન પહોંચી રહ્યો છે કે કેમ ? તેની ચકાસણી કરી અધ્ધવચ્ચે ઓક્સિજન લિકેજ છે કે કેમ? તેની પણ ચકાસણી કરવામાં આવતા તમામ પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત માલુમ પડેલ છે.

Other News : આણંદ જિલ્લાના ખેડૂત મિત્ર જોગ : આ બે દિવસ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરાઈ

Related posts

આણંદ ખાતે ૭૫મા સ્‍વાતંત્ર્ય પર્વની ઉત્‍સાહભેર ઉજવણી : જિલ્‍લાના કોરોના વોરિયર્સનું સન્‍માન કરાયું

Charotar Sandesh

શ્રી વિ.ઝેડ.પટેલ કોમર્સ કોલેજમાં આયુર્વેદનું મહત્વ વિષય પર ગેસ્ટ લેક્ચર યોજાયું

Charotar Sandesh

સાંસદ મિતેષ પટેલ દ્વારા વર્ષ દરમ્યાન કરેલ કામગીરીના લેખા-જોખા રજુ કરતી બુકનું ઈ-વિમોચન થયું…

Charotar Sandesh