Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

રાજ્યના ગ્રામ પંચાયતની ચૂંટણીનું શાંતિપૂર્ણ મતદાન થયું : સરેરાશ ૬૦ ટકા મતદાન

ગ્રામ પંચાયતની ચૂંટણી

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ ૬૦ ટકા મતદાન

ગાંધીનગર : આજે રાજ્યની ૮૬૮૪ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઇ છે. આ ગ્રામ પંચાયતોમાં ૮૫૬૦ સરપંચ પદ માટે કુલ ૨૭ હજાર ૨૦૦ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાઇ રહ્યો છે. જ્યારે ૫૩ હજાર ૫૦૭ સભ્યો ચૂંટવા માટે ૧ લાખ ૧૯ હજાર ૯૯૮ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે.

ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે ૮૬૬૪ ગ્રામ પંચાયતોમાં કુલ ૫૧ હજાર ૭૪૭ પોલીસ જવાનો સુરક્ષા બંદોબસ્તમાં ગોઠવાયા છે.

મતદાન પ્રક્રિયા માટે ૨,૫૪૬ ચૂંટણી અધિકારીઓ, ૨,૮૨૭ મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને ૧ લાખ ૩૭ હજાર ૪૬૬ પોલીંગ સ્ટાફ ફરજ પર હાજર છે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે કુલ ૨૩ હજાર ૯૦૭ મતદાન મથકો ઉભા કરવામા આવશે. જેમાં ૬ હજાર ૬૫૬ મતદાન મથકો સંવેદનશીલ અને ૩૦૭૪ મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરવામા આવ્યા છે. ૮૬૮૪ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ ૧ કરોડ ૮૨ લાખ ૧૫ હજાર ૦૧૩ મતદારો મત્તાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ૯૩ લાખ ૬૯ હજાર ૨૦૨ પુરુષ મતદાર છે, જ્યારે ૮૮ લાખ ૪૫ હજાર ૮૧૧ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઇ છે. બપોરે ૬ વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ ૬૦ટકા મતદાન નોંધાઈ ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતમાં ૫૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૨ ટકા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૬૦ ટકા, મધ્ય ગુજરાતમાં ૫૮ ટકા મતદાન થયું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થઇ રહેલા મતદાનમાં ક્યાંક નાના મોટા વિવાદ અને ઘર્ષણ પણ થયા છે. તો ક્યાંક આચારસંહિતાનો ભંગની ફરિયાદ પણ થઈ છે.

આણંદના લાંભવેલ ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદારોનો ધસારો સતત વધતા મતદારોની લાંબી કતારો થઈ હતી

એક તરફ વધુ ઝડપી મતદાન કરી મતદાર પોતાની ફરજ પુરી કરવા માંગતા હતા ત્યાં જ પોલિંગ બુથ સ્ટાફના તમામ કર્મચારીઓએ અચાનક રિસેસ પાડી દેતા મતદાન બંધ થઈ ગયું હતું. જેને લઈ ભારે હોબાળો મચ્યો હતો.

Other News : સુરતમાં ધો.૯માં ભણતો વિદ્યાર્થી ઓમિક્રોન સંક્રમીત થયો : શહેરમાં રસીકરણ પર પુરજોરમાં શરૂ

Related posts

આણંદ જિલ્લામાં અક્ષયતૃતિયા દરમિયાન કે ગમે ત્યારે બાળલગ્ન કરાવનાર તમામ સામે કડક કાર્યવાહી કરાશે

Charotar Sandesh

ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે સરદાર પટેલ યુનિ.નો ૬૬મો પદવીદાન સમારંભ યોજાશે

Charotar Sandesh

આણંદમાં વીજળી ડુલ થતાં MGVCLની પોલ ખુલી : એકશન પ્લાન માત્ર કાગળ પર : કસ્ટમર કેર નંબર જાહેર

Charotar Sandesh