Charotar Sandesh
વર્લ્ડ

કોરોનાથી સ્વસ્થ થયા બાદ વેક્સિન ન લેનારા લોકોમાં જોખમ વધારે : રિપોર્ટમાં દાવો

વેક્સિન (vaccine)
અમેરિકામાં એક રિપોર્ટમાં દાવો કરાયો

વોશિંગ્ટન : કોરોના વાઈરસ વેક્સિન (vaccine) લોકોને ઈમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ કરી રહી છે. સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાથી સાજા થયા બાદ જે લોકો વેક્સિન (vaccine) લઈ રહ્યા નથી તેમને રિઈન્ફેક્શનનુ બેગણુ જોખમ છે.

સેન્ટર ફૉર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન નામના એક રિપોર્ટમાં વૈજ્ઞાનિકોએ લોકોને અપીલ કરી છે કે તે વેક્સિન (vaccine) નો ડોઝ લગાવી લે કેમ કે ઝડપથી ફેલાઈ રહેલા ડેલ્ટા વેરિએન્ટનુ જોખમ વધી રહ્યુ છે. આનાથી તે લોકોને પણ જોખમ છે જે પહેલા કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે લેબમાં એ વાતના પુરાવા મળ્યા છે કે વેક્સિનથી લોકોની નેચરલ ઈમ્યુનિટી બુસ્ટ થઈ રહી છે અને વાઈરસના નવા વેરિએન્ટ વિરૂદ્ધ સુરક્ષા પણ મળી રહી છે.

સીડીસીના ડાયરેક્ટર રોશેલ વાલેંસ્કીએ કહ્યુ કે જો આપ પહેલા કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છો તો વેક્સિન ચોક્કસ લઈ લો. વેક્સિન (vaccine) લેવી પોતાની અને પોતાની આસપાસના લોકોની સુરક્ષાની સૌથી શ્રેષ્ઠ રીત છે અને ખાસ કરીને આ એટલા માટે પણ જરૂરી છે કે દેશમાં કોરોના વાઈરસનો ડેલ્ટા વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

નવા વેરિઅન્ટ પહેલા થનારા રિઈન્ફેક્શનને લઈને જાણકારીઓ હજુ ઓછી છે પરંતુ યુએસ હેલ્થ અધિકારીઓએ બ્રિટનના આંકડાઓથી એ વાતનો અણસાર વર્તાવ્યો છે કે ડેલ્ટા વેરિઅન્ટ બીજીવાર સંક્રમિત હોવાનુ જોખમ વધારે છે. જો તમે છ મહિનામાં કોરોનાથી સંક્રમિત થયા તો અલ્ફા વેરિઅન્ટની સરખામણીએ આ વેરિઅન્ટથી બીજીવાર સંક્રમિત થવાનુ જોખમ વધારે છે.

સંક્રમણ વાળી બીમારીઓના વિશેષજ્ઞએ કહ્યુ કે આમા કોઈ શંકા નથી કે કોરોના સંક્રમિત થઈ ચૂકેલા લોકોને વેક્સિનથી ઈમ્યુનિટી મજબૂત કરવામાં મદદ મળી રહી છે. વેક્સિન લેવાથી ના માત્ર આપ વાઈરસ પરંતુ આના વેરિઅન્ટ વિરૂદ્ધ પણ સુરક્ષા મેળવી શકો છો.

Related posts

USA : અમેરિકાના એરિક ગાર્સેટ્ટીને ભારતના રાજદૂત તરીકે નિયુકત કરાયાં

Charotar Sandesh

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઈ રોબર્ટ ટ્રમ્પનું નિધન…

Charotar Sandesh

અમેરિકા સરકારમાં ભારતીય મૂળના વનિતા ગુપ્તા એસોસિએટ એટર્ની જનરલ પદે નિયુક્ત…

Charotar Sandesh