અમદાવાદ : રાજ્યના પેટ્રોલપંપો પર પેટ્રોલ-ડીઝલની અછતના બોર્ડ લાગ્યા છે. BPCL, HPCL તરફથી ડીઝલ અને પેટ્રોલની સપ્લાય ૪૦% જેટલી ઓછી થઈ છે, રજૂઆત કરવા છતાં પણ પુરવઠો નિયમિત થતો નથી તેમ ડીલર્સ એસોસિએશને જણાવેલ છે.
પેટ્રોલ-ડીઝલની ૪૦% સપ્લાય ઓછી થઈ છે, પરંતુ વાહનચાલકોએ ગભરાવવાની જરૂર નથી : પેટ્રોલ પંપ એસોસિએશન
જોકે પેટ્રોલ પંપ એસોસિએશનના જણાવ્યા મુજબ વાહનચાલકોએ ગભરાઈને પેટ્રોલ-ડીઝલ ભરાવવા લાઈનો લગાવવાની જરુંર નથી, લોકોને પેટ્રોલ મળી રહ્યું છે અને મળતું જ રહેશે, અત્યારે ડીઝલમાં પુરવઠાની અછત સર્જાઈ છે, જેને લઈ વાહનોને થોડી ઘણી મુશ્કેલી આવી રહી છે. રાજ્યના ઘણા પેટ્રોલ પંપ ઉપર ડીઝલ બંધ છે, નો સ્ટોકના પણ બોર્ડ જોવા મળી રહ્યા છે અને પેટ્રોલની પણ લીમીટ નક્કી કરી તેનું વેચાણ કરાઈ રહ્યું છે.
Other News : મજબૂત વિરોધ પક્ષ લાવવાની વાત કરનાર નરેશ પટેલ આખરે પાણીમાં બેસી ગયા, જાણો કેમ બદલ્યો નિર્ણય