Charotar Sandesh
વર્લ્ડ

વેનેઝુએલામાં પેટ્રોલનો ભાવ ૧ લીટરનો માત્ર ૧.૪૯ રૂપિયા : આ દેશોમાં પેટ્રોલની કિંમત તમને ચોંકાવી દેશે

વેનેઝુએલા

નવીદિલ્હી : દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામાન્ય માણસના ખિસ્સા પર બોજ બની ગઈ છે. આ વધતા ભાવથી દરેક પરેશાન છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે. પરંતુ ભારતના પડોશી દેશોમાં આ સમયે પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘણી ઓછી છે. ભારતના પાડોશી દેશો જેમ કે પાકિસ્તાન, નેપાળ, ભૂતાન અને શ્રીલંકાના પેટ્રોલના ભાવ સાંભળીને ભલભલાને આશ્ચર્ય થશે.

હાલમાં, ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત ભારત કરતા લગભગ અડધી છે. ભારતમાં હાલમાં પેટ્રોલની સરેરાશ કિંમત ૧૦૩ રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે પાકિસ્તાનમાં હાલમાં પેટ્રોલનો દર ૫૫.૬૧ રૂપિયા પ્રતિ લીટર છે. આ દરો વેબસાઇટ ગ્લોબલપેટ્રોલપ્રાઇસ ડોટ કોમ અનુસાર છે.

ભારતના અન્ય પડોશી દેશોમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘણી ઓછી છે. શ્રીલંકામાં પેટ્રોલની કિંમત ૬૮.૬૨ રૂપિયા છે. ભૂતાન જેવા ગરીબ દેશમાં પણ પેટ્રોલની કિંમત ૭૭ રૂપિયા પ્રતિ લીટર છે. નેપાળમાં પેટ્રોલ ૮૧.૫૧ રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. આ કારણે નેપાળના સરહદી વિસ્તારોમાં રહેતા લોકો વાહનોમાં પેટ્રોલ ભરાવા માટે નેપાળ તરફ જઈ રહ્યા છે.

વિશ્વના ઘણા દેશોમાં પેટ્રોલ ખૂબ સસ્તું છે. અમે તમને ટોચના ૧૦ દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં પેટ્રોલ સૌથી સસ્તું છે. આ દર ૪ ઓક્ટોબરના છે. આ દેશોમાં પેટ્રોલની કિંમત તમને ચોંકાવી દેશે.

દેશ પેટ્રોલ (રૂ./લિટર)
વેનેઝુએલા ૧.૪૯
ઈરાન ૪.૪૬
અંગોલા ૧૭.૨૦
અલ્જીરિયા ૨૫.૦૪
કુવૈત ૨૫.૯૭
નાઇજીરીયા ૨૯.૯૩
કઝાકિસ્તાન ૩૪.૨૦
ઇથોપિયા ૩૪.૭૦
મલેશિયા ૩૬.૬૨

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના બે કારણો છે – પ્રથમ ક્રૂડ ઓઇલની કિંમત અને બીજું તેના પર લાગતો ટેક્સ. પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટી અને વિવિધ રાજ્ય કર લાદવામાં આવે છે, જેના કારણે તેની કિંમત વધે છે. અત્યારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ અને એક્સાઇઝ ડ્યુટી સહિત ૬૦ ટકાથી વધુ ટેક્સ છે.

Other News : ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ૨૫ વર્ષમાં પહેલી વખત ફોર્બ્સના ટોચના ૪૦૦ ધનિકોની યાદીમાંથી બહાર

Related posts

કોરોનાનો કહેર : અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૮૩ના મોત…

Charotar Sandesh

કોરોનાની રસી પર ઉઠી રહેલા સવાલો આધારહીન : રૂસનો જવાબ

Charotar Sandesh

પીએમ મોદી હ્યુસ્ટનમાં : એનર્જી કંપનીઓ સાથે ૫૦ લાખ ટન LNG કરાર…

Charotar Sandesh