દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યાનું શાનદાર પ્રદર્શન
Dubai : એશિયા કપ-૨૦૨૨માં હાઈવોલ્ટેગ મેચો શરૂ થઈ રહી છે, ત્યારે પ્રથમ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકા-અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી.
રવિવારે ભારત અને પાકિસ્તાન (india pakistan) વચ્ચે જંગ જામ્યો હતો, જેને લઈ ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળેલ. આ મહાસંગ્રામમાં ભારતની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કરેલ, જે બાદ પાકિસ્તાને ૧૪૮ રનનો ટાર્ગેટ કરેલ, પાકિસ્તાન ૧૯.૫ ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગયેલ. ૧૪૮ રનના ટાર્ગેટને ચેઝ કરવા ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો નસીમ શાહે કેએલ રાહુલને ઝીરો રને આઉટ કર્યો ત્યારે લાગ્યો હતો.
જે બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઇનિંગને સંભાળેલ, પરંતુ નવાઝે રોહિત શર્મા અને વિરાટ કોહલીને આઉટ કર્યા હતા. રોહિત શર્માએ ૧૮ બોલમાં ૧૨ રન કરેલ, જ્યારે વિરાટ કોહલીએ ૩૪ બોલમાં ૩૫ રન કરેલ. સૂર્યકુમાર યાદવ પણ ૧૮ રને નસીમ શાહની બોલિંગમાં બોલ્ડ થયો હતો.
આ મેચમાં રવીન્દ્ર જાડેજાએ ૨૯ બોલમાં ૨ ફોર અને બે સિક્સ સાથે ૩૫ રન બનાવી બોલ્ડ થયેલ, જે બાદ હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરતા ભારતને જીત અપાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે વિજય બદલ ટિ્વટ કરી અભિનંદન પાઠવ્યા છે.
Other News : પીએમ મોદીની લોકપ્રિયતા વિશ્વભરમાં યથાવત : ફરી ગ્લોબલ રેટિંગમાં ટોપ પર