Charotar Sandesh
ઈન્ડિયા

પીએમ મોદીએ જારી કરી ૧, ૨, ૫, ૧૦ અને ૨૦ના સિક્કાઓની નવી શ્રેણી, આ સિક્કાઓની ખાસ વાત, જુઓ

સિક્કાઓની નવી શ્રેણી

ન્યુ દિલ્હી : પીએમ મોદીએ આજે ૨૦ રૂ.ના નવા સિક્કા (new coin india) બહાર પાડ્યા, તેની સાથે ૧, ૨, ૫, ૧૦ અને ૨૦ રૂ. ના સિક્કાની નવી શ્રેણી (new coin india) બહાર પાડી છે.

ખાસ વાત એ છે કે, નેત્રહીન લોકો પણ આ સિક્કાઓને સહેલાઈથી ઓળખી શકશે.

પીએમ મોદીએ સોમવારે વિત્ત અને કોર્પોરેટ કાર્ય મંત્રાલયના આઈકાનિક વીક સમારોહના ઉદ્‌ઘાટન પ્રસંગે ૧, ૨, ૫, ૧૦ અને ૨૦ રૂપિયાના સિક્કાની નવી શ્રૃંખલા (new coin india) જાહેર કરી હતી. આ સિક્કા આઝાદી કા અમૃત મહોત્સવ સમર્પિત છે. જેથી આ સિક્કા સતત લોકોને અમૃતકાળના લક્ષ્યોની હંમેશા યાદ અપાવશે.

વધુમાં પીએમ મોદીએ જણાવેલ કે, તમે બધા આ વિરાસતનો ભાગ છો, દેશના સામાન્ય જનતાનું જીવન આસાન બનાવવું હોય, તો ભારતની અર્થવ્યવસ્થાને સશક્ત કરવી હોય, તો છેલ્લા ૭પ વર્ષોમાં અનેક સાથીઓએ તેમાં ઘણું યોગદાન આપ્યું છે, આ સાથે વિત્ત મંત્રાલય અને કોર્પોરેટ મંત્રાલયે એક શાનદાર સફર નક્કી કરેલ છે.

Other News : વડાપ્રધાન મોદી આ તારીખે વડોદરામાં રોડ શો કરશે : સભામાં ૫ લાખ મેદનીનો લક્ષ્યાંક

Related posts

ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવામાં આવે : બાબા રામદેવ

Charotar Sandesh

બર્ડ ફ્લૂને કેરળે રાજકીય આફત જાહેર કરી, હરિયાણામાં એક લાખ મરઘીનાં મોત…

Charotar Sandesh

મોદીએ કિસાન સમ્માન નિધિનો આઠમો હપ્તો જાહેર કર્યો, ૯.૫ કરોડ ખેડૂતોને લાભ…

Charotar Sandesh