અમદાવાદ : પીએમ નરેન્દ્ર મોદીનાં માતૃશ્રી હીરાબાને મંગળવારે રાતે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જે બાદ અમદાવાદના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા તેમજ ધારાસભ્ય કૌશિક જૈન હોસ્પિટલ ખાતે તુરંત પહોંચ્યાં હતા. સામાન્ય બલ્ડપ્રેશરની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું સામે આવી રહ્યું છે.
સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિને રીલિઝ કર્યું છે
હાલ યુ.એન.મહેતાએ સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન રીલિઝ કર્યું છે. તેમની તબિયત નાદુરસ્ત થતાં સાંજે પીએમ મોદી અમદાવાદ આવે તેવી શક્યતાઓ છે. હાલ તો સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.
Other News : આ વખતે ઉતરાયણમાં પતંગ-દોરીની રંગત મોંઘી પડશે ! જુઓ વિગત