Charotar Sandesh
ઈન્ડિયા

પંજાબમાં રાજકારણ ગરમાયું : પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું આપ્યું

નવજોત સિંહ સિદ્ધુ

પંજાબમાં રાજકારણ ગરમાયું : કેપ્ટન અમરેન્દિરસિંઘએ ટ્‌વીટ કર્યું

ન્યુદિલ્હી : ભારત દેશમાં હાલ ચુંટણીઓ અને બદલીઓના ધમધોકાર ચાલુ છે એમાં રાજકીય પક્ષોમાં અદલા બદલીનો દોર તો ક્યાંય રાજીનામું આપી પક્ષપલ્ટો કરવાનું જોવા મળી રહ્યું છે એવામાં હાલ પંજાબ પર સૌની નજર કેન્દ્રિત છે એવામાં પંજાબમાં હાલ સીએમ બદલાયા ત્યારબાદ મંત્રીમંડળમાં ફેરફારો થયા અને અચાનક પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ રાજુનામુ આપતા અડકંપ મચ્યો છે લોકો એવું પણ કહે છે કે આ નવજોતસિંહ સિદ્ધુનું જ કારનામુ છે એ પંજાબ કોંગ્રેસમાં આવ્યો અને ત્યારબાદ આખી ઘટના બની સીએમે રાજીનામુ આપ્યું નવા સીએમ આવ્યા ત્યારબાદ મંત્રીમંડળ માં ફેરફારો થયા આમ સમગ્ર પંજાબનું કામ પૂર્ણ થતાં નવજોતસિંહ સિદ્ધુ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજીનામું આપતા લોકોમાં તર્કવિતર્કો જાગ્યા. પંજાબ કોંગ્રેસમાં ફરી એક વખત હોબાળો થયો છે.

નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. મંગળવારે નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમનું રાજીનામું આપી દીધું છે. નવજોત સિંહ સિદ્ધુએ સોનિયા ગાંધીને મોકલેલી ચિઠ્ઠીમાં કહ્યું છે કે, કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં ઘટાડો સમજૂતીથી શરૂ થાય છે. હું પંજાબના ભવિષ્ય વિશે કોઈ સમજૂતી કરી શકુ એમ નથી. તેથી પંજાબમાં પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપું છું.

નવજોત સિંહ સિદ્ધુનું રાજીનામું એટલે ચોંકાવનારુ છે, કારણકે કોંગ્રેસ હાઈકમાન્ડે જ તેમને પ્રદેશ અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. તે સાથે જ તેમની સાથેના વિવાદના કારણે જ કેપ્ટન અમરિંદર સિંહે તેમનું પદ છોડ્યું હતું. કેપ્ટન અમરિંદર સિંહે પદ છોડ્યા પછી જ કોંગ્રેસ હાઈકમાન્ડે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા હતા.

Other News : પીએમ રાતે સેન્ટ્રલ વિસ્ટા સાઈડ પર પહોંચતા ઘણા લોકોએ તેમની પ્રશંસા કરી તો ઘણાએ વખોડ્યા

Related posts

મારા સ્વાગતમાં એક કરોડ લોકો હશે તો જ મોદીજી મજા આવશે : ટ્રમ્પની ચાહત…

Charotar Sandesh

છત્તીસગઢ અથડામણમાં શહીદ થયેલા જવાનોની શહાદત બેકાર નહિ જાય : ભૂપેશ બઘેલ

Charotar Sandesh

રામ મંદિર માટે દાનમાં મળેલા ૨૨ કરોડના કુલ ૧૫ હજાર ચેક બાઉન્સ…

Charotar Sandesh