Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને લઈ તડામાર તૈયારી : પોલીસ તંત્ર સજ્જ

યાત્રાધામ ડાકોર

ડાકોર : સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં હોળી ધુળેટી નો પર્વ ખૂબજ ધામ ધુમ થી ઉજવાય છે. ત્યારે પગપાળા તેમજ વાહનો ઘ્વારા લાખો ભાવિક ભકતો શ્રીજી ના દર્શનાર્થે આવતા હોય છે.

ત્યારે ગૂજરાત સરકાર ભાવિક ભક્તો ને દર્શન કરવા કોઈ પણ પ્રકાર ની અગવડ ન પડે તેમાટે પોલિસ બંદોબસ્ત સુચારૂ ગોઠવવા તાડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ ની બેઠકો નો દોર શરૂ.

ગૂજરાત પોલિસ વડા વી ચંદ્ર શેખરે સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં સ્થળ પરીક્ષણ કર્યું

જે રસ્તે થી પદયાત્રીઓ ને આવવાનુ છે ત્યા ફરી ફરી ને વયવસથા કઈ રીતે ગોઠવવી તેમજ યાત્રિકો ને કોઈ પણ પ્રકાર ની તકલીફ ન પડે તે માટે કંટ્રોલ પોઇન્ટ મુકવા તેમજ ખેડા એસપી તેમજ ડી વાય એસ પી ઘ્વારા વધુ એક બે સમીકરણો મુકવામાં આવ્યા જેમાં ખાસ કરીને પદયાત્રીઓ ને તેમનાં બુટ ચપ્પલ દર્શન કર્યાં પછી પાછા મળતા તેમજ ખિસ્સા પાકીટ અને સોનાની ચીજ વસ્તુઓ ની ચોરી ન થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવા કંટ્રોલ પોઈન્ટ વધુ ગોઠવવા ચર્ચા કરાઈ.

આમ, કોરોના ના સમય ને બે વર્ષ ઊપર નો સમય થઈ જતા આ સાલ ૨૦૨૨- મા સરકાર તરફ થી નિયંત્રણો હળવા થતા દરેક મંદિરો પુનમ ના દીવસે ખુલ્લા રખાતા પવિત્ર યાત્રાધામ ડાકોરમાં પણ વધુ ભકતો નુ મહેરામણ ઊમટી પડવાની સંભાવના હોવાથી સુચારૂ વ્યવસ્થા ગોઠવવા ના ભાગ રૂપે આજે ગૂજરાત વડા વી ચંદ્ર શેખર તેમજ ખેડા એસપી અને ડી વાય એસ પી કાફલા સાથે આવી પહોચ્યા હતા. વધુ મા તેમણે જણાવ્યુ હતુ કે ટેમ્પલ કમિટી તરફ થી પણ ભાવિક ભક્તો સુંદર દર્શન કરી શકે તેમજ તેમને કોઈ પણ પ્રકારની અગવડ ઊભી ન થાય તે ની વ્યવસ્થા મંદીર કમિટી એ જ કરવાની જરૂર છે.

Other News : દેશભરમાં ચર્ચામાં આવેલ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને મુખ્યમંત્રીએ ગુજરાતમાં કરમુક્ત કરી

Related posts

આણંદ : ભાજપના નેતાએ નિયમોની કરી ઐસીતૈસી, લગ્નમાં ડીજેના તાલે તલવારો લઈ ઝૂમ્યા લોકો…

Charotar Sandesh

આણંદમાં ઘાસની આડમાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા…

Charotar Sandesh

નાવલી રિસોર્સ રૂમ ખાતે ૩૦ જેટલા દિવ્યાંગ બાળકો અને વાલીઓ સાથે જન્મદિનની અનોખી ઉજવણી

Charotar Sandesh