Charotar Sandesh
ગુજરાત

વડાપ્રધાન મોદી આ તારીખે વડોદરામાં રોડ શો કરશે : સભામાં ૫ લાખ મેદનીનો લક્ષ્યાંક

વડાપ્રધાન મોદી

વડોદરા : આગામી વિધાનસભાની ચુંટણીને લઈ રાજકીય ઉચ્ચ નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે.

૧૮ જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના આંગણે પધારશે

ત્યારે પીએમ મોદી વડોદરામાં સાંઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત ૧૦૮ દિવ્યાંગોના સમૂહ લગ્નોત્સવમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ૧૮ જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના આંગણે પધારશે, જેથી શહેરીજનોને મહોલ્લા સજાવવા, ઝંડા લગાવવા, રંગોળી પાળવા અને વાજતે-ગાજતે વડાપ્રધાનના કાર્યક્રમમાં પહોંચવા આમંત્રણ આપવામાં આવેલ હતું.

PM મોદીના પ્રોગ્રામમાં ૫ લાખથી વધુ લોકોને ભેગા કરવા માટે પણ પાટીલે પેજ કમિટીના સભ્યોને જણાવેલ છે, પીએમ ૧૮ જૂને એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી રોડ શો કરશે તે બાદ મેદાન ખાતે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. દિવ્યાંગોનો સમૂહ લગ્ન બોલવું સહેલું છે ! કદાચ આખા દેશમાં આ ૧૦૮ દિવ્યાંગોનો સમૂહ લગ્નોનો કાર્યક્રમ વડોદરાના આંગણે આ પહેલી વખત થઈ રહ્યો છે.

આજના જમાનામાં સમૂહ લગ્ન ઘણા બધા લોકો કરતા હોય છે, પરંતુ દિવ્યાંગોનો સમુહ લગ્ન એ પણ ૫૪ જોડા મળી કુલ ૧૦૮ યુગલોનું સમુહ લગ્ન એ ખુબ મોટું કામ છે

તેમણે આ યુગલોને લગ્ન પછી પણ કોઈ તકલીફ પડે તો તેમની જવાબદારી ઉઠાવવા પણ પેજ કાર્યકર્તાઓને જણાવેલ છે, સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપતા પૂર્વે સી આર પાટીલે શહેર ભાજપના હોદેદારો સાથે બેઠક યોજેલ હતી, જેમાં ચર્ચા થયેલ કે, ૧૮મીએ પીએમના રોડ શોથી લઇને સભા સુધીના કાર્યક્રમોની તૈયારીમાં લાગી જવા સુચના આપેલ.

Other News : આણંદ-ખંભાત રેલ્વે ફાટક નં-૭ ઉપરથી પસાર થતા વાહનોની અવર જવર ઉપર આ તારિખ સુધી સંપૂર્ણ પ્રતિબંધ, જુઓ વૈકલ્પિક માર્ગ

Related posts

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા,ગિરનારમાં ૮, રાજુલામાં ૫ ઈંચ વરસાદ…

Charotar Sandesh

વાઘાણીના મંત્રી બનવાના અભરખા..?, અમિત શાહે કહ્યું પહેલા પરિપક્વ થાઓ.!?

Charotar Sandesh

ગુજરાતના આ વિસ્તારોમાં ૧૨મી સુધી અતિ ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ રહેશે : અંબાલાલ

Charotar Sandesh