Charotar Sandesh
ઈન્ડિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૪ દિવસના વિદેશ પ્રવાસે ઈટાલી પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

શિવ તાંડવ ગાઈને વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાયું

રોમ : ઈટાલીની મુલાકાત દરમિયાન વડાપ્રધાન કેથોલિક ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસને પણ મળી શકે છે. જોકે આ મીટિંગ તેમના શિડ્યૂલનો ભાગ નથી અને ન તો વિદેશ મંત્રાલયે આ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી છે. રોમની મધ્યમાં આવેલી અને અલગ દેશનો દરજ્જો ધરાવતી આ બેઠક માટે વડાપ્રધાન વેટિકન સિટી જઈ શકે છે.

૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન ઈટાલીથી બ્રિટન પહોંચશે. અહીં તે સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં થનારા જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલા સમ્મેલન (C૨૬ ક્લાઈમેટ ચેન્જ સમિટ)માં ભાગ લેશે. આ ક્લાઈમેટ ચેન્જ પર ૨૬મી સમિટ હશે. ઈટાલી અને બ્રિટને મળીને તેનુ આયોજન કર્યું છે.

આ સમ્મેલનમાં ૧૨૦ દેશો ભાગ લેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૪ દિવસના વિદેશ પ્રવાસે ઈટાલી પહોંચ્યા છે. શુક્રવારે તેમણે રાજધાની રોમમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પર ફૂલ ચઢાવ્યા છે. અહીં સંસ્કૃતના શ્લોકોની સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. અહીં તે G-૨૦ સિમિટમાં ભાગ લેશે.

તે પછી વડાપ્રધાન બ્રિટેન ગ્લાસ્ગો(સ્કોટલેન્ડ) પહોંચશે. અહીં તે G૨૬ ક્લાઈમેટ ચેન્જ સમિટમાં ભાગ લેશે. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ, ઈટાલી યાત્રા દરમિયાન વડાપ્રધાન વેટિકન સિટી જઈને પોપ ફ્રાન્સિસને મળી શકે છે. G૨૦ની આ મીટિંગ વાસ્તવમાં ગત વર્ષે એટલે કે ૨૦૨૦માં થવાની હતી. જોકે કોરોનાના કારણે તેને ટાળવી પડી હતી. હવે તે ઈટાલીના રોમમાં જ થઈ રહી છે.

વડાપ્રધાન ૩૧ ઓક્ટોબર બપોર સુધી રોમમાં જ રહેશે. તે પછી ગ્લાસ્ગો રવાના થઈ જશે. ય્૨૦ને વર્લ્‌ડ ઈકોનોમિક એન્જિન પણ કહેવામાં આવે છે. આ ગ્રુપની આ આઠમી બેઠક હશે. આ વખતની થીમ છે- પીપલ, પ્લેનેટ, પ્રોસ્પારિટી. ચાર મુખ્ય મુદ્દાઓ પર વિચાર થશે. તેમાં મહામારીમાંથી રિકવરી અને જળવાયુ પરિવર્તન મુખ્ય મુદ્દા હશે. માનવામાં આવી રહ્યું છે કે મોદી ઈટાલીના વડાપ્રધાન મારિયો દ્વાધીને પણ મળી શકે છે.

Other News : કર્ણાટકમાં કોરોનાનો કહેર વધ્યો : એક જ સ્કૂલમાં ૩૨ વિદ્યાર્થી પોઝિટિવ

Related posts

પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં વધારો : ખિસ્સા પર વધુ એક પ્રહાર

Charotar Sandesh

નીટ-જેઇઇની પરીક્ષા મુદ્દે ૧૫૦થી વધુ યુનિવર્સિટીના શિક્ષકોનો વડાપ્રધાન મોદીને પત્ર…

Charotar Sandesh

ભારતમાં કોરોના બાદ ડેન્ગ્યુથી હાહાકાર મચ્યો

Charotar Sandesh