Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ઘાયલ પક્ષી દેખાય તો નિઃશુલ્ક એનિમલ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ ઉપર સંપર્ક કરવા જાહેર જનતાને અનુરોધ

એનિમલ હેલ્પલાઇન

આણંદ : જિલ્લા પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસની નિઃશુલ્ક એનિમલ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ ના સહયોગથી કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓનો જીવ બચાવવા આણંદ સિટી વિસ્તારમાં ૨ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે.

એક કરુણા એમ્બ્યુલન્સ આણંદ પશુ દવાખાના ખાતે તેમજ એક ફરતું પશુ દવાખાનું સામરખા ચોકડી બ્રિજ નીચે ઉભું રહેશે

ઉત્તરાયણ દરમિયાન કોઈ પણ વ્યક્તિને ઘાયલ પક્ષી દેખાય તો નિઃશુલ્ક એનિમલ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ઉત્તરાયણના દિવસે અને તેમાં પણ સવારના ૯ કલાકથી સાંજના ૫ કલાક દરમિયાન જ પતંગ ચગાવવાનો આગ્રહ રાખવો, ચાઇનીઝ કે સિન્થેટીક દોરીનો ઉપયોગ ન કરવો, ઘાયલ પક્ષીને જોતા એના મોઢામાં પાણી કે ખોરાક ન મુકવો કે જાતે જ સારવાર કરવાનો પ્રયત્ન ના કરવો, પરંતુ પક્ષીની સારવાર માટે તુરંત જ નજીકના સારવાર-બચાવ કેન્દ્ર કે એનિમલ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ નો સંપર્ક કરવો, ઘાયલ પક્ષીની આંખને કપડાથી ઢાકી બાસ્કેટ કે કાંણાવાળા પુઠા રાખી સત્વરે પક્ષીને સારવાર કેન્દ્રમાં લઈ જવુ અને ઘરના ધાબા કે આજુ-બાજુના વૃક્ષોમાં ફસાયેલી દોરી અને ગુચડાનો નિકાલ કરવો જોઇએ. આ પાવન પર્વના દિવસ દરમિયાન ફટાકડાં ફોડવાનું સદંતર ટાળવુ જોઇએ તેમ જણાવાયું છે.

Other News : ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનું ધ્યાને આવતા વડોદના આયુષ તબીબ સામે કડક પગલાં લેવાયા

Related posts

અડાસ ખાતે અંગ્રેજોની ગોળીએ શહાદત વહોરનાર પાંચ સપૂતોને ભાવાંજલિ અર્પણ કરતા સાંસદશ્રી

Charotar Sandesh

પુનાથી અમદાવાદ જતી લક્ઝરી બસમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, ૨ની ધરપકડ

Charotar Sandesh

ચરોતરના અડાસ ગામના પનોતા પુત્રએ વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું…

Charotar Sandesh