Charotar Sandesh
ઈન્ડિયા

યુકેથી ભારત આવતા પ્રવાસીઓએ ક્વોરન્ટી ફરજિયાત : ૪ ઓક્ટોબરથી અમલ

યુકેથી ભારત

ન્યુ દિલ્હી : વૈશ્વિક મહામારી કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો હજીપણ કોરોના નાબુદ થયો નથી પરતું કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે પરતું કોરોનાના નવા કેસો વધઘટ થઇ રહ્યા છે હજીપણ કોરોના સંપૂર્ણ નાબૂદ થયો નથી. આવતા મહિને તહેવાર આવી રહ્યા છે ત્યારે ભારત સરકારે મહત્વનો નિર્ણય હાલ લીધો છે. ભારતે યુકે સાથે જેવા સાથે તેવા જેવી નીતિ અપનાવી છે. હવે યુકેથી આવતાં તમામ મુસાફરોને ક્વોરન્ટીન ફજિયાત કરી દેવામાં આવ્યું છે.

ભારત સરકારે કોરોના વિદેશથી ના ફેલાય તે માટે અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. યુકેમાંથી આવતા તમામ પ્રવાસીઓ પર કોવિડ-૧૯ના નિયમોનું પાલન કડક રીતે કરવું પડશે, યુકેથી આવનાર તમામ મુસાફરોએ ક્વોરન્ટીન થવુ પડશે તે પણ ફજિયાત પણે. યુકેથી આવનાર પ્રવાસીઓએ ૧૦ દિવસ સુધીફરજિયાત પણે ક્વોરન્ટીન થવું પડશે.તે મુસાફરોએ વેક્સિન લીધી હશે તો પણ તેમને ક્વોરન્ટીન થવું પડશે. આ નિયમનું અમલ ૪ ઓક્ટોબરથી કરવામાં આવશે.

Other News : ૬ ઓક્ટોબરથી ચોમાસુ વિધિવત્‌ રીતે વિદાય લેશે : હવામાન વિભાગ

Related posts

દિલ્હીમાં બેઠેલા કેટલાક લોકો મને લોકશાહીના પાઠ ભણાવે છે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh

ભાગેડુ નિરવ મોદીની થશે ભારત વાપસી : લંડન કોર્ટે પ્રત્યાર્પણને મંજૂરી આપી…

Charotar Sandesh

ચૂંટણી પરિણામો શેરબજારને પસંદ ન પડયા: પ્રારંભિક તેજી બાદ પીછેહઠ: રીલાયન્સમાં ઉછાળો….

Charotar Sandesh