Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ : જગતમંદિરની ધ્વજા પર વિજળી પડી

મેઘરાજા
દ્વારકામાં આજે મેઘરાજાએ ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી કરી
જેમા મંદિરના શિખર પર વીજળી પણ પડી હતી જેના કારણે મંદિરની ધજા ખંડિત થઈ છે

દ્વારકા : દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકામાં આજે સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.

ત્યારે આજે જગતમંદિરની ધ્વજા પર વીજળી પડતા દંડને નુકસાન થયું હતું. ધ્વજા પર વીજળી પડતો લાઈવ વીડિયો વાઈરલ થતા લોકો માની રહ્યા છે કે, ભગવાન દ્વારકાધીશજીએ જ દ્વારકા શહેર પરની ઘાત ટાળી દીધી. સ્વભાવિક છે કે, આ વીજળી મંદિર આસપાસના રહેણાંક વિસ્તારમાં પડી હોતો તો સંભવિત જાનહાનિ થઈ હોત.

ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે દ્વારકામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મંદિરની સીડીઓ ઉપર પણ પાણીનું વહેણ જોવા મળ્યું છે. જોકે ભારે વરસાદને લઈને યાત્રિકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. જેમા યાત્રિકો ગોંમતીઘાચ પર સ્નાન કરવા ઉમટી પડ્યા હતા.

Other News : અમદાવાદમાં 144મી રથયાત્રા સમય પહેલા સંપન્ન, રથ નિજમંદિર પહોંચ્યા

Related posts

રૂપાણી-પટેલની દિલ્હી ટ્રાન્સફર, માંડવિયાની ગુજરાતમાં એન્ટ્રી..!??

Charotar Sandesh

કોરોનાનું જોર યથાવત : રાજ્યમાં નવા ૩૬૪ કેસ, ૨૯ દર્દીના મરણ : 24 કલાકમાં ૩૧૬ ડિસ્ચાર્જ…

Charotar Sandesh

કોરોનાને પગલે અંબાજી મંદિરમાં ભક્તોના પ્રવેશ પર લાગ્યો પ્રતિબંધ…

Charotar Sandesh