Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત સ્થાનિક સમાચાર

આણંદ-વડોદરામાં આ તારિખે વરસાદની આગાહી : ૨૪ કલાકમાં પ તાલુકામાં ભારે પવન સાથે નોંધાયો વરસાદ

વરસાદ Rain ની આગાહી

આણંદ : રાજ્યમાં આગામી ૪ દિવસ સુધી વાદયછાયું વાતાવરણ (rain) સાથે કેટલાક શહેરોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, આવતીકાલે ૧૦ તેમજ ૧૧ જૂને અમદાવાદ-આણંદ-વડોદરા-ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ (rain) ની સંભાવના છે, જેથી તાપમાનમાં ૪થી૫ ડિગ્રીનો ઘટાડો નોંધાશે.

આ સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે, છેલ્લા ૨૪ કલાકમાં ૫ તાલુકાઓમાં વરસાદ (rain) નોંધાયો છે, જેમાં અમદાવાદના ધંધુકા, ધોલેરા સહિત બોટાદ, બરવાળામાં સવા ઈંચ વરસ્યો છે.

ભારતના કેરળમાં આ વર્ષે ૨૯મી મેના રોજ નૈઋત્યના ચોમાસાનું આગમન થયેલ છે

કેરળમાં વરસાદની શરૂઆત બાદ મુંબઈ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ (rain) વરસતો હોય છે, પરંતુ આ વખતે હવામાન ડિપાર્ટમેન્ટે દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આશા વ્યક્ત કરાઈ છે, ત્યારે આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે કેટલાક જિલ્લામાં વરસાદ વરસશે તેવી આગાહી કરાઈ છે.

Other News : આણંદ ખાતે આજથી ૧૫ જૂન સુધી ૫૦ સ્ટોલ સાથે પ્રદર્શન અને જિલ્લા કક્ષાનો મેળો યોજાશે

Related posts

રાજ્ય સરકારની સુચના તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટના નિર્દેશાનુસાર રખડતા ઢોરોને પકડવાની કામગીરી હાથ ધરાઈ

Charotar Sandesh

તીર્થધામ બોચાસણ ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં દેવ દિવાળીના ઉત્સવની ભક્તિસભર ઉજવણી

Charotar Sandesh

વડોદરા : જીવલેણ બીમારીથી પીડાતો ૧૦ વર્ષનો બાળક એક દિવસનો પીઆઇ બન્યો…

Charotar Sandesh