Charotar Sandesh
ગુજરાત

વરસાદને કારણે રસ્તાઓ પર ખાડાઓ પડ્યા : જવાબદાર સામે કાર્યવાહી કરવાની શહેરીજનોની માંગ

વરસાદના કારણે ખરાબ રસ્તાઓ

વાપી : વાપી-કોપરલી રોડ પરથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રોજના હજારો લોકો પસાર થાય છે, આ રોડ પર નવીનીકરણની કામગીરી પણ અગાઉ થઇ ચુકી છે, પરંતુ વરસાદ આવતાં જ ફરી જૈશે થે જેવી સ્થિતિ ઉદભવી રહી છે.

વાપી-કોપરલી રોડ સ્થિત ગેલેકસી હોટલની સામે રોડ પર પડેલા ખાડાઓથી બચવા વચ્ચે ડ્રમ મુકવામાં આવી છે. વાપી-કોપરલી રોડ સ્થિત ગેલેકસી હોટલની સામે રોડ પર પડેલા ખાડાઓના કારણે હજારો વાહન ચાલકોએ હાલાકી ભોગવી રહ્યાં છે. ખરાબ રસ્તાથી બચવા ડ્રમ મુકવાની ફરજ પડી છે. ખરાબ રસ્તાના કારણે બે-ત્રણ વખત અહી અકસ્માત થઇ ચુકયાં છે.આમ છતાં સ્થાનિક તંત્ર મરામત્ત કામગીરીમાં પણ રસ દાખવી રહ્યું નથી.

ખરાબ રસ્તાઓ માટે જવાબદારો સામે કાર્યવાહીની માગ ઉઠી રહી છે

પારડી નજીક ખડકી ખાતે નવા તૈયાર કરાયેલા ઓવરબ્રિજ પર વરસાદના કારણે અતિશય ખાડાઓ પડી ગયાં છે. સર્વિસ રોડ કપચીઓ ઉડી રહી છે. વરસાદના કારણે અહી સ્થિતિ વધુ ખરાબ થઇ રહી છે. આઇઆરબી વિભાગ જવાબદાર કોન્ટ્રાકટર પાસે તાત્કાલિક હાઇવે રિપેર કરાવે તે જરૂરી છે. સાંસદ ડો.કે.સી.પટેલ,પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ આ પ્રશ્નને ગંભીરતાથી લેઇ તે જરૂરી બન્યું છે. મરામત કામગીરીમાં તંત્ર ઉદાસીન જોવા મળી રહ્યું છે. ચણોદથી-શામળાજી તરફ જતો હાઇવે, વાપી ગુંજન રસ્તાથી કોપરલી તરફ જતો માર્ગ, વાપી-સેલવાસ રોડ સહિતના માર્ગો વરસાદમાં ધોવાયા છે. દર વર્ષે આજ સ્થિતિ ઉદભવી રહી છે. ખરાબ રસ્તા માટે જવાબદારો સામે કાર્યવાહી કરવા હવે શહેરીજનો માગ કરી રહ્યાં છે.

Other News : ગુજરાતમાં યુવાપેઢી બેરોજગારીના કાળચક્રમાં ફસાઈ

Related posts

ન્યાય માંગવા આવેલા સેંકડો ઉમેદવારોને પોલીસે દોડાવી-દોડાવીને માર્યા…!

Charotar Sandesh

ભારે વરસાદના કારણે એસટી બસની ૧૯૮૮ ટ્રીપ બંધ, લાખો રૂપિયાનું નુકસાન…

Charotar Sandesh

કોરોના વાયરસ : રાજ્યમાં બે સપ્તાહ સુધી શાળા-કોલેજો, મોલ-થિયેટર બંધ રહેશે…

Charotar Sandesh