Charotar Sandesh
ગુજરાત

ભાજપમાં ભરતીમેળો : આજે જયરાજસિંહ ર૦૦થી વધુ કાર્યકરો સાથે વાજતે-ગાજતે કેસરિયો ધારણ કરશે

જયરાજસિંહ

અમદાવાદ : આગામી વિધાનસભાની ચુંટણીને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી તોડજોડની નીતિ અપનાવી પક્ષને મજબૂત કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે હાલ એવો માહોલ છે કે ભાજપમાં ઢોલ-નગારાં વાગી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસના કાર્યાલયમાં કાગડા ઊડી રહ્યા છે.

કોંગ્રેસના પૂર્વ નેતા અને મહિસાગર લુણાવાડાના બે ટર્મથી ચૂંટાયેલ પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ પટેલ તેમના સમર્થકો સાથે સોમવારે ભાજપમાં જોડાયા હતાં. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને નેતા જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાઈ જશે.

ઉત્તર ગુજરાતના ક્ષત્રિય સમાજનો ચહેરો રહેશે

પ્રાપ્ત માહિતી અનુસાર, જયરાજસિંહે આજે સવારે પોતાના વતનમાં અજાય મતાજી, ઈસ્ટદેવ માંડવરાય દાદા તથા વિજાપુરના લાડોલ ગામમાં કુળદેવી હરસિધ્ધમાતાજીના દર્શન કર્યાં હતાં. ત્યાર બાદ તેમણે પરિવારમાં વડિલોના આશિર્વાદ લીધા હતાં. બાદમાં તેઓ પોતાના અમદાવાદના નિવાસ સ્થાન સેન્ટોસા ગ્રીનલેન્ડ જવા નીકળ્યા હતાં અને ત્યાંથી સોલા ઓવરબ્રિજ પાસેના બહુચર માતાજીના મંદિરમાં દર્શન કરીને કમલમ જવા નીકળશે.

Other News : રાજ્યમાં લોકરક્ષક દળની ભરતીમાં શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરાયું : જાણો વિગતવાર

Related posts

રાજસ્થાનની IPL ફાઈનલમાં એન્ટ્રી : અમદાવાદ સ્ટેડિયમમાં ગુજરાત-રાજસ્થાન વચ્ચે જંગ જામશે

Charotar Sandesh

કચ્છ હિટ એન્ડ રનઃ અજાણ્યા વાહનની ટક્કરે બાઈકસવાર ૩નાં મોત

Charotar Sandesh

દેશને દૂધ ઉત્પાદક ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં પશુપાલકોનું યોગદાન મહત્વનું છે : ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ

Charotar Sandesh