Charotar Sandesh
ગુજરાત

પાવાગઢ ખાતે મેઇન્ટેનન્સની કામગીરીને લઇને ૧૩થી ૧૮ ડિસેમ્બર સુધી રોપ વે સેવા રહેશે બંધ

પાવાગઢ

વડોદરા : ગુજરાત ના વિશ્વ-વિખ્યાત પંચમહાલ જિલ્લામાં આવેલ યાત્રાધામ પાવાગઢના રોપ વે માં મેઇન્ટેનન્સની કામગીરી ડિસેમ્બર માં એજન્સી દ્વારા કરવામાં આવશે. રોપ વે મેઇન્ટેનન્સ ની કામગીરી કરી રહેલી એજન્સીએ ૧૩ ડિસેમ્બરથી ૧૮ ડિસેમ્બર સુધી રોપ વે બંધ રાખવાની જાહેરાત કરી હતી.

૬ દિવસ સુધી મેઇન્ટેનન્સ માટે રોપ વે સેવા બંધ રહેશે

યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રાળુઓને મહાકાળી માતાજીના દર્શન સરળતાથી થઈ શકે તે માટે ઉષા બ્રેકો લિમિટેડ સંચાલિત ઉડન ખટોલા (રોપ-વે) ચલાવવામાં આવે છે, આ રોપ-વે આજથી ૬ દિવસ માટે બંધ એટલે કે તારીખ ૧૩ ડિસેમ્બરથી ૧૮ ડિસેમ્બર સુધી મેઇન્ટેનન્સ માટે ઉડન ખટોલા સેવા બન્ધ રહેશે જે ૧૯ ડિસેમ્બરથી પુનઃ શરૂ કરી દેવામાં આવશે, આમ આજથી ૬ દિવસ સુધી પાવાગઢ આવનારા યાત્રાળુઓને ફરજીયાત ડુંગરના પગથિયાં ચઢી માતાજીના દર્શન કરવા પડશે.

અગાઉ ૩ મહિના પહેલા ચોમાસા દરમિયાન પાવાગઢ સ્થિત રોપ વે સેવા સલામતીના ભાગરૂપે થોડા કલાકો માટે બંધ કરવાની ફરજ પડી હતી.

Other News : મતદારો પોતાના મતદાનથી વંચિત ન રહે તે માટે તા.૧૯મીના રોજ સ્‍થાનિક રજા જાહેર કરવામાં આવી

Related posts

સોમવારથી અર્થતંત્રની ગાડી પાટે ચડશે : લોકડાઉન-4 નિશ્ચિત પણ વ્યાપક છૂટછાટો અપાશે…

Charotar Sandesh

કોરોના પોઝિટિવ મહિલાની ૧૦૮માં સફળ પ્રસૂતિ : એમ્બ્યુલન્સમાં બાળકીને જન્મ આપ્યો…

Charotar Sandesh

બાઇક અને બે કાર વચ્ચે ત્રિપલ અકસ્માતઃ ત્રણનાં મોત

Charotar Sandesh