Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

પેટલાદના સુણાવ ગામની સ્કૂલમાં ૪ શિક્ષિકાઓ શંકાસ્પદ કોરોનાની ચપેટમાં આવતાં ૧૫ દિવસ માટે સ્કૂલ બંધ કરાઈ

શંકાસ્પદ કોરોના

આણંદ : જિલ્લા સહિત રાજ્યભરમાં કોરોનાની રફ્તાર ધીમી ગતિએ વધવા પામી છે, ત્યારે આજરોજ પેટલાદના સુણાવ ગામની સુણાવ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ૪ શિક્ષિકાઓ શંકાસ્પદ કોરોનાની ચપેટમાં આવી જતાં સ્કૂલને ૧૫ દિવસ માટે સ્વૈચ્છિક બંધ રાખવા જાહેરાત કરાઈ છે. જેને લઈ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ચિંતાનો માહોલ વ્યાપ્યો છે.

મળતી માહિતી મુજબ પેટલાદ તાલુકાના સુણાવમાં સુણાવ કેળવણી મંડળ સંચાલિત સુણાવ એજેજીપી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ફરજ બજાવતી ૪ શિક્ષક શંકાસ્પદ કોરોનાની ચપેટમાં આવતા શાળા સંચાલકો અને સાથી શિક્ષક તેમજ કર્મચારીગણમાં ફફડાટ વ્યાપ્યો હતો. આ એજેજીપી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં કેજીથી લઈને ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ ચાલે છે. અહીં આશરે એક હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

વિદ્યાર્થીઓ અને ગ્રામજનોના હિતમાં સુણાવ કેળવણી મંડળ દ્વારા સ્કૂલને ૧૫ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય જાહેર કરાયો છે.

Other News : થર્ટી ફર્સ્ટને લઈ આણંદ જિલ્લા પોલીસ એલર્ટ : બોરસદ પાસેથી મિનીટ્રકમાંથી ૫.૭૦ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો

Related posts

આણંદ : પ્રોહિબિશનના ગુનામાં ૧ લાખની લાંચ માંગનાર બે પોલિસકર્મીઓને એસીબીએ ઝડપ્યા…

Charotar Sandesh

ઉમરેઠના થામણા ગામે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી જાતે ટ્રેક્ટર ચલાવી શાળા પ્રવેશઉત્સવમાં પહોંચ્યા

Charotar Sandesh

આણંદ : કારને પંકચર પડતા તેનો ફાયદો ઉઠાવી ૨ ઈસમો ૭૦ લાખના દાગીના લઈ ફરાર થયા

Charotar Sandesh