Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં આવતીકાલે શ્રીજીની ભવ્ય શોભાયાત્રા : જુઓ નાની-મોટી મૂર્તિઓ માટેની વ્યવસ્થા-પોલિસ બંદોબસ્ત

શ્રીજીની ભવ્ય શોભાયાત્રા

૨ ફુટ જેટલી નાની મુર્તિઓનું શહેરના ગોયા તળાવમાં તેમજ ૪ ફુટથી મોટી મુર્તિઓને બાકરોલના તળાવમાં વિસર્જન કરાશે : તરાપા સહિતની તમામ વ્યવસ્થા ઉભી કરી દેવાઈ

આણંદ : શહેર સહિત જિલ્લામાં વિઘ્નહર્તા ગણેશનું દસ દિવસ સુધી પૂજન-અર્ચન કર્યા બાદ આવતીકાલે શુક્રવારે વિસર્જન કરવામાં આવશે. જેને લઈને તૈયારીઓને અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છે.

આ શોભાયાત્રા દરમ્યાન વહિવટી અને પોલીસ તંત્ર દ્વારા ભગવાન ગણપતિની આ શોભાયાત્રા રંગેચંગે સંપન્ન થાય તે માટે બંદોબસ્ત ગોઠવાશે. આ વર્ષે ૨૮ જેટલા યુવક મંડળો શોભાયાત્રામાં જોડાનાર હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર, રૂટની વાત કરીએ તો, મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવીને શોભાયાત્રાની શરૂઆત કરાવ્યા બાદ આ શોભાયાત્રા માનિયાની ખાડ, ગોપી ટોકિઝ, લોટીયા ભાગોળ, ટાવર બજાર થઈને ગામડીવડ ખાતે આવશે. ત્યાંથી અન્ય યુવક મંડળો જોડાશે અને સ્ટેશન રોડ ઉપર શોભાયાત્રા આગળ વધશે. નગરપાલિકા ભવન ખાતે પાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ સહિત કાઉન્સીલરો દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યાંથી આ શોભાયાત્રા ગોપાલ ચાર રસ્તા, જનરલ હોસ્પીટલ, જુના બસસ્ટેન્ડ, પોષ્ટ ઓફિસ રોડ, મેફેર રોડ, લક્ષ્મી ચાર રસ્તા, જુના રસ્તા, ગામડીવડ પાસેથી ગોયા તળાવ ખાતે પહોંચશે જ્યાં બે ફુટ જેટલી ગણપતિ દાદાની પ્રતિમાઓનું ફાયરબ્રીગેડની મદદથી વિસર્જન કરવામાં આવશે. જુના બસસ્ટેન્ડ પાસે મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રાનું ફુલહારથી સ્વાગત કરીને કોમી એકતા અને ભાઈચારાનું ઉત્તમ દ્રષ્ટાંત પુરુ પાડનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.

આઝાદ મેદાનેથી સવારે દશ વાગ્યે શોભાયાત્રાનો પ્રારંભ થશે, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને બાકરોલના મોટા તળાવે સંપન્ન થશે

સમગ્ર શોભાયાત્રાનું વીડીયો રેકોર્ડીંગ કરવા ઉપરાંત સીસીટીવી કેમેરાથી તેમજ નેત્રમ કમાન્ડ કન્ટ્રાલ રૂમ દ્વારા પણ સતત મોનીટરીંગ કરવામાં આવનાર છે. પોલીસ દ્વારા વિવિધ પોઈન્ટો ઉપરાંત ધાબા પોઈન્ટો પણ બનાવવામાં આવ્યા છે અને શોભાયાત્રા દરમ્યાન કોમી ઉશ્કેરણીવાળા સુત્રોચ્ચારો કરતા શખ્સો વિરૂદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં પણ આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

Other News : આણંદમાં ગણેશ મહોત્સવ નિમત્તે આ રસ્તાઓ ઉપરથી વાહનોની અવરજવર પર પ્રતિબંધ, વૈકલ્પિક માર્ગો જુઓ

Related posts

શ્રી સર્વ સમાજ યુવા સેના – કાણીસા દ્વારા જરૂરિયામંદ લોકોને નિઃશુલ્ક ભોજન-ટીફીન સેવા અપાઈ…

Charotar Sandesh

ગણપતિ બાપ્પા મોરિયા… આજથી ગણેશજીનો નાદ ગૂંજી ઊઠશે…

Charotar Sandesh

આણંદ જીઈબીનો પ્રિમોન્સુન પ્લાન ફેઈલ ? વારંવાર લાઈટો જવાથી જીટોડીયાની પ્રજા ત્રસ્ત થઈ !

Charotar Sandesh