Charotar Sandesh
ગુજરાત

સ્ટેટ મોનિટરિંગ સેલના SP નિર્લિપ્ત રાય એક્શનમાં : સટ્ટો-દારૂ-જુગારની માહિતી આપવા નંબર જાહેર કર્યો

સ્ટેટ મોનિટરિંગ સેલ State Monitoring Cell

અમરેલી જિલ્લાના પ્રમાણિક કાર્યક્ષમ અને નિડર એસપી નિર્લિપ્ત રાય ની સ્ટેટ મોનિટરિંગ સેલ માં બદલી થઈ છે, જેને લઈ ભ્રષ્ટાચારી અધિકારીઓ ફફડાટ વ્યાપી ગયો છે

Gandinagar : રાજ્યમાં દારૂબંધીને અનેક સવાલો ઉભા થતાં હોય છે, જેને લઈ પોલિસ વિભાગ સામે આંગળી ચિંધાતી રહે છે. ત્યારે હવે પોલિસ વિભાગમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યના ૭૭ આઈપીએસ IPS ઓફિસરોની બદલી-બઢતી કરવામાં આવી છે, જેમાં ૫૭ આઈપીએસ IPSની બદલી જ્યારે ર૦ની બઢતી થઈ છે.

સ્ટેટ મોનીટરીંગ સેલ (State Monitoring Cell) દ્વારા એક નંબર વોટ્‌સઅપ નંબર ૯૯૭૮૯૩૪૪૪૪ (તેમજ ટોલ ફ્રી નંબર ૧૪૪૦૫) જાહેર કર્યો

હવે સ્ટેટ મોનીટરીંગ સેલ (State Monitoring Cell) ના વડા તરીકે એસપી નિર્લિપ્ત રાયની નિમણૂક થતા આ ભ્રષ્ટાચારનો ધંધો અંકુશમાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે, ત્યારે હવે નિડર, પ્રમાણિક એસપી નિર્લિપ્ત રાય એ સ્ટેટ મોનીટરીંગ સેલના વડા તરીકે ચાર્જ સંભળતાની સાથેે જ દારૂ-જુગાર પર અંકુશ કરવાની શરૂઆત કરી દીધી છે. જેને લઈ આજરોજ સોશિયલ મિડીયાના માધ્યમથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા એક નંબર વોટ્‌સઅપ નંબર ૯૯૭૮૯૩૪૪૪૪ (તેમજ ટોલ ફ્રી નંબર ૧૪૪૦૫) જાહેર કરી દારૂ-જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓની માહિતી આપવા માટે જણાવવામાં આવેલ છે.

આ ફેરફાર બાદ રાજ્યભરમાં કહેવાતા વહીવટદારો ભ્રષ્ટ પોલીસ અમલદારો અને અસામાજિક તત્વો માં સન્નાટો સહ ખોફ !
નોંધનીય છે કે, રાજ્યમાં ક્રાઈમને શોધવામાં સક્ષમ અને કડક છબી ધરાવતા નિર્લિપ્ત રાયની સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) માં બદલી-બઢતી થતાં ગુનેગારોમાં સહિત ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Other News : ગુજરાત ગર્વમેન્ટ ડૉક્ટર્સની માંગણીઓ સંદર્ભે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મહત્વના નિર્ણયો

Related posts

ગુજરાતમાં કુલ ૬.૧૪ લાખથી વધુનું રસીકરણ, સરકારે ૫૩ કરોડ રૂપિયાનો કર્યો ખર્ચ…

Charotar Sandesh

ગુજરાતભરમાં વરસાદની આગાહીને પગલે NDRF એલર્ટ મોડ પર, 13 ટીમો તૈનાત કરાઈ…

Charotar Sandesh

ભાદરવી મેળાને અનુલક્ષી અંબાજી થઇને જતા, આવતા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું

Charotar Sandesh