Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નડિયાદના સંતરામ મંદિરમાં સાકરવર્ષા કરાઈ : “જય મહારાજ”ના જય ઘોષથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું

સંતરામ મંદિરમાં સાકરવર્ષા

નડિયાદ : નડિયાદમાં આવેલા સુપ્રસિદ્ધિ સંતરામ મંદિરમાં દર વર્ષની જેમ આજે મહાસુદ પૂનમ નિમિતે સાકરવર્ષા કરાઈ હતી.
દર વર્ષે મહાસુદ પૂનમે પરંપરા મુજબ સાકરવર્ષા કરવામાં આવે છે. ભક્તો આ દિવસની એક વર્ષથી રાહ જોતા હોય છે. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની અંખડ જ્યોતના દર્શન કરી ભક્તો ધન્યતા પ્રાપ્ત કરે છે.

સેવાની પવિત્ર ભૂમિ નડિયાદમાં આવેલ સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમ (માઘી પૂર્ણિમા)નુ આગવું મહત્વ છે. બરાબર ૧૯૧ વર્ષ પહેલાં આ દિવસે ભગવાન દત્તાત્રેય સ્વરૂપ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજે મંદિર પરિસરમાં જીવત સમાધિ લીધી હતી. લોકવાયકા પ્રમાણે તે સમયે ત્યાં મૂકેલા બે દીવા આપોઆપ પ્રજ્વલિત થઇ ઉઠ્યાં હતાં. તથા આકાશમાંથી દિવ્ય સાકરવર્ષા થઈ હતી.

તે દિવસથી આ દીવાની જ્યોત અંખડ સ્વરૂપે પ્રજ્વલીત છે. આજે આ પવિત્ર દિવસે સાંજે ૬ઃ૩૦ કલાકે સાકરવર્ષા કરવામાં આવી હતી. આ પહેલા આરતી પણ કરવામાં આવી હતી અને પછી ઓમકારના નાદ સાથે સાકરવર્ષા કરાઈ હતી. આ સમયે હજારો ભાવિકો ભક્તો ઉમટી પડ્યા હતા.

મંદિર પરિસર “જય મહારાજ”ના જય ઘોષ સાથે ગૂંજી ઉઠયુ હતું

મંદિર પરિસરમાં ગોઠવાયેલા સ્વયંસેવકો દ્વારા સાકરની ઉછામણી કરવામાં આવી હતી અને ભકતો પ્રસાદ રૂપી સાકર તથા સુકા કોપરાનો પ્રસાદ જીલ્યો હતો. આજે પ્રાતઃ સ્મરણીય પૂ. રામદાસજી મહારાજના સાનિધ્યમાં સવારે ૪ઃ૩૦ કલાકે ધ્યાન આ બાદ ૪ઃ૪૫ કલાકે તિલક દર્શન, જે બાદ ૫ઃ૪૫ કલાકે મંગળા દર્શન અને આ પછી સમી સાંજે આરતી તથા ૬ઃ૩૦ કલાકે સાકરવર્ષા કરવામાં આવી હતી. તો વળી દિવ્યઅખંડ જ્યોતના તથા પાદુકાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

Other News : યાત્રાધામ વડતાલધામમાં ૨ હજાર કિલો રીંગણનું શાક બનાવી ૨૦૧મા દિવ્ય શાકોત્સવની ઉજવણી કરાઈ

Related posts

ઉત્તરાયણ પર્વ નજીક આવતા ઠેર ઠેર પતંગ દોરી ઘસનારાઓ ઉમટી પડયા…

Charotar Sandesh

વરસાદના વિરામ બાદ આણંદ જિલ્લા નગરપાલિકા વિસ્તારોમાં અધધ ૨૪૮૯ ખાડાનું કામચલાઉ પુરાણ થયું

Charotar Sandesh

વાસદમાં કન્યા શાળા ખાતે વિકાસ કામોનું ખાતમુર્હુત જિલ્લા પંચાયત સભ્ય ગૌરાંગ પટેલના હસ્તે કરાયું…

Charotar Sandesh