Charotar Sandesh
ગુજરાત

સુરત : ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી, સમગ્ર વિસ્તાર હિબકે ચઢ્યું, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ગ્રીષ્માની અંતિમયાત્રા

સુરત : શહેરના કામરેજમાં જાહેરમાં હત્યાનો બનાવ બનતાં તથા ઘટનાનો વીડિયો ફરતો થતાં માત્ર સુરત જ નહિ આખા રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક ૧૨ ફેબ્રુઆરીના રોજ એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઉઠ્યું છે

આ પ્રકરણમાં ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા ન હતા. દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું તો હૃદય કપાઈ ગયું હતું. આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યાં હતાં. આખી સોસાયટી શોકમગ્ન થઈ ગઈ છે.

ત્યારે ગ્રીષ્માના મૃતદેહનો આજે અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યું છે, ગ્રીષ્માના અંતિમસંસ્કારમાં સુરત આખું હિબકે ચડે અને મોટી સંખ્યામાં લોકો તેના અંતિમસંસ્કારમાં જોડાયા છે. જેના કારણે સુરક્ષાના કારણોસર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આજરોજ અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.

ગ્રીષ્માની અંતિમ સફર શરૂ થઈ ગઈ છે. તેના મૃતદેહ પાસે માતા પિતાનું આક્રંદ છે. સમાજના લોકો ચોધાર આંસુએ વિદાય આપી રહ્યાં છે. ગ્રીષ્માની અંતિમયાત્રામાં ધાર્મિક માલવીયા, અલ્પેશ કથિરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.

Other news : સુરતમાં ડ્રગ્સ અને કોફી શોપ, કપલ બોક્સના દૂષણને દૂર કરે પોલીસ : સમાજના અગ્રણીઓની માંગ

Related posts

એશિયન ગેમ્સ ચેમ્પિયન, ગોલ્ડ મેડાલિસ્ટ સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂક…

Charotar Sandesh

કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકોને રુપાણી સરકાર સહાય આપશે

Charotar Sandesh

વિજય રૂપાણીનું 200 કરોડનું વિમાન પખવાડીયામાં આવી જશે : લાંબા અંતરનો વિદેશ પ્રવાસ કરી શકશે…

Charotar Sandesh