વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે
આણંદ : આણંદ બોરસદ ચોકડી ખાતે આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૬૪ (દાંડીમાર્ગ) પર બોરસદ ચોકડી પાસે રેલ્વે એલ.સી.નં. ત્રણ એકસ ઉપર રેલ્વે ઓવરબ્રીજ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ હોઇ આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીમતી કે. વી. વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ ગણેશ ચોકડી થી સોજિત્રા તરફ જતા માર્ગ ઉપરથી તા. ૩૧/૦૫/૨૦૨૨ સુધી વાહનોની અવર-જવર કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ વાહનોની અવર-જવર કરવા પર મૂકવામાં આવેલ પ્રતિબંધને ધ્યાને લઇ વાહનોની અવર-જવર કરવા માટે વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ આપવામાં આવેલ છે તે વૈકલ્પિક માર્ગ ઉપરથી વાહનચાલકો અવર-જવર કરી શકશે.
તદ્અનુસાર વાહનચાલકો ગણેશ ચોકડીથી સોજિત્રા તરફ જતા ડાબી બાજુએ આવેલ એન.ડી.ડી.બી. જવાના રોડથી વેટરનરી કોલેજ પાસેથી નીકળીને ચોકડી થઇને બોરસદ તરફ જતા રસ્તા પર થઇને સેન્ટ્રલ વેર હાઉસની સામે બાજુએ જતા રસ્તેથી પસાર થઇને ઉમાભવન થઇને સોજિત્રા/તારાપુર જઇ શકશે, વડોદરાથી આવતા વાહનો ગણેશ ચોકડી થઇને આણંદ શહેરમાં પ્રવેશી શકશે.
સોજિત્રા-તારાપુર તરફથી આવતા વાહનો ઉમા ભવન થઇને સેન્ટ્રલ વેર હાઉસથી બોરસદ રોડ થઇને ચોકડી થઇને વેટરનરી કોલેજ પાસેથી નીકળીને એન.ડી.ડી.બી. જવાના રસ્તે થઇ ગણેશ ચોકડી તરફ જઇ શકશે જયારે સોજિત્રા-તારાપુરથી આવતા વાહનો રેલ્વે ફાટક નં.૪ (અમીન ઓટો) તરફથી આણંદ શહેરમાં પ્રવેશી શકશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.
Other News : આણંદ એસઓજી પોલીસે ૧૦૦ના દરની નકલી નોટો સાથે બે ઈસમોને દબોચ્યા, જુઓ વિગત