Charotar Sandesh
ઈન્ડિયા

કર-નાટક : સસ્પેન્સનો અંત, યેદિયુરપ્પાનું મુખ્યમંત્રી પદેથી રાજીનામું

કર્ણાટક
સરકારને બે વર્ષ પૂરા થવાના અવસરે જ યેદિયુરપ્પાનો મોટો ધડાકો
કર્ણાટકના નવા મુખ્યમંત્રી પદની રેસમાં પ્રહલાદ જોશી, બીએલ સંતોષ લક્ષ્મણ સવદી, મુર્ગેશ નિરાણી, વસવરાજ એતનાલ સહિતના દિગ્ગજો રેસમાં

બેંગ્લુરૂ : છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી અટકળોની વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. યેદિયુરપ્પાએ રાજભવન પહોંચીને રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. યેદિયુરપ્પાએ પોતાના રાજીનામાની જાણકારી તેમની સરકારને ૨૬ જાન્યુઆરીએ બે વર્ષ પૂરા થવાના આયોજિત કાર્યક્રમમાં આપી છે. રિપોટ્‌ર્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોઈ દલિતને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.

રાજીનામું આપ્યા બાદ યેદ્દિયુરપ્પાએ કહ્યું કે, રાજીનામા માટે તેમની પર કોઇએ દબાણ કર્યું નથી. મેં પોતે રાજીનામું આપ્યું છે. મેં કોઈના નામની ભલામણ નથી કરી. પાર્ટીને મજૂબત કરવા માટે કામ કરતો રહીશ. કર્ણાટકની જનતાની સેવા કરવાની તક આપવા બદલ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો છે.
રાજીનામાની જાહેરાત કરતાં યેદ્દિયુરપ્પાએ કહ્યું કે, કર્ણાટકના લોકો માટે ઘણું કામ કરવાનું છે. આપણે બધાએ મહેનત સાથે કામ કરવું જોઇએ. યેદ્દિયુરપ્પાએ કહ્યું કે, તેઓ હંમેશા અગ્નિપરીક્ષામાંથી પસાર થયા છે.

યેદ્દિયુરપ્પાએ જૂના દિવસો યાદ કરતાં ભાવુક અંદાજમાં કહ્યું કે, જ્યારે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા, તો તેમણે મને કેન્દ્રમાં મંત્રી બનવા કહ્યું હતું. પરંતુ મેં કર્ણાટકમાં રહેવાનું પસંદ કર્યું. ઉલ્લેખનીય છે કે, યેદિયુરપ્પાએ રવિવારે જ સંકેત આપ્યા હતા કે તેઓ મુખ્યમંત્રી પદ છોડશે. તેમણે કહ્યું હતું કે, રવિવાર અથવા પછી સોમવાર સુધી તે નિર્ણય થઇ જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, કર્ણાટકના નવા મુખ્યમંત્રીની રેસમાં પ્રહલાદ જોશી, બીએલ સંતોષ, લક્ષ્મણ સવદી, મુર્ગેશ નિરાણી, વસવરાજ એતનાલ, અશ્વત નારાયણ, ડીવી સદાનંદ ગૌડા, બસવરાજ બોમ્મઈ, વિશ્વેશ્વરા હેગડે વગેરે નામ સામેલ છે.

Other News : કાશ્મીરમાં આતંકીઓ સામે સેનાની તાબડતોડ કાર્યવાહી, ૮ દિવસમાં ૮ને કર્યા ઠાર

Related posts

કોરોના : ૨૪ કલાકમાં ૪૨નાં લોકોનાં મોત, ૮૦૯ નવા કેસ…

Charotar Sandesh

અન્ય રાજ્યોમાંથી પાછા ફરેલા યુપીના ૨૦ લાખ મજૂરોને રોજગારી આપશે યોગી સરકાર…

Charotar Sandesh

સની લિયોની આવી જાય તો પણ કોંગ્રેસની આંધીને રોકી નહીં શકે: કોંગ્રેસ નેતા

Charotar Sandesh