Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આગામી વિધાનસભા જંગનો ધમધમાટ શરૂ : ઉમરેઠ-પેટલાદ કોંગ્રેસ બેઠક મહિલાઓને ફાળવવા રજૂઆત

કોંગ્રેસ બેઠક મહિલાઓ

વિધાનસભા ચૂંટણી માટે જિલ્લાની સાત વિધાનરાભા બેઠક પર કોંગ્રેસ દ્વારા સેન્સ લેવાયા

Anand : પક્ષો દ્વારા ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા કોન્ગ્રેસ (congress) દ્વારા જીલ્લાની સાત બેઠક માટે સેન્સ લેવામાં આવતા મહત્તમ બેઠક માટે દાવેદારોનો રાફડો ફાટવા પામ્યાનું જાણવા મળેલ છે.

જોકે આણંદ પંથકની વિધાનસભા બેઠકો અગાઉ જીલ્લાની હું બાવો અને મંગળદાસની ત્રિપુટીના ઇશારે ફાળવવામાં આવતી હતી. પરંતુ આ વખતે મધ્યઝોનના પ્રભારી દ્વારા સેન્સ લેવામાં આવતા અને કોંગ્રેસ (congress) દ્વારા પચાસ ટકા મહિલા અને યુવાઓને ટિકિટ આપવા પર ભાર મૂકતા ઉમરેઠ તથા પેટલાદની બેઠક મહિલાને ફાળવવામાં આવે તેવી પ્રબળ માગ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર રાજ્યના આગામી તેવી પ્રબળ માગ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. પ્રામ વિગત અનુસાર રાજ્યના આગામી વિધાનસભા જંગનો ધમધમાટ શરૂ થતાં રાજકીય પક્ષો દ્વારા ઉમેદવાર પસંદગી કવાયત હાથ ધરવામાં આવી રહેતા તે અંતર્ગત આણંદ જીલ્લાની સાત વિધાનસભા બેઠક માટે કૉંગ્રેસ (congress) દ્વારા મધ્યઝોનના પ્રભારી ઉપા નાયડુની ઉપસ્થિતિમાં સેન્સ લેવામાં આવતા આકલાવ, બોરસદ સિવાય અન્ય બેઠક માટે દાવેદારોનો રાફડો ફાટવા પામ્યા નુ જાણવા મળેલ છે.

જોકે અગાઉ જીલ્લાની સાતેય બેઠક પર ઉમેદવારોની પસંદગી કોંગ્રેસ (congress) માં એકહથ્થુના ચોકા રચનાર હું બાવો મંગળદાસના ઈશારે ટિકિટ ફાળવવામાં આવતી હતી, પરંતુ આ વખતના જંગમાં કોંગ્રેસ દ્વારા પંચાસ ટકા મહિલા તથા યુવાઓને ટિકીટ આપવા પર ભાર મૂકવામાં આવતા જીલ્લાની સાત પૈકી ઉમરેઠ તથા પેટલાદ વિધાનસભા બેઠક પર મહિલાઓને ટિકીટ આપવાની માગ ઉઠવા પામી છે.

જો ઉમરેઠ બેઠક પર એનસીપી સાથે જોડાણ થાય તો આણંદ બેઠક પર મહિલાની પસંદગી કરવામાં આવે તેમ જાણવા મળેલ છે.

Other News : રાજ્યમાં કર્મચારી આંદોલનો વચ્ચે હવે વિરોધ પક્ષ નેતાઓ પ્રિયંકા ગાંધી, કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે આવશે

Related posts

ગળતેશ્વર તાલુકાના અંબાવ સ્વામિ. મંદિરમાંથી ૫૦ લાખની ૨ હજારની નકલી નોટો ઝડપાઈ…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં આજે ઘટાડો નોંધાયો : નવા ૧૫૦ કેસ નોંધાતા કુલ એક્ટિવ કેસ ૨૦૦૦ને પાર થયા

Charotar Sandesh

ગણેશ ચતૂર્થીમાં મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરે ભક્તોનો ધસારો

Charotar Sandesh