Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં નવા ઓમિક્રોનનો ભય હોવા છતાં માસ્ક પહેરવામાં લોકોની લાપરવાહી

ઓમિક્રોન

નવી દિલ્હી : સપ્ટેમ્બરમાં દેશમાં માસ્ક પહેરવાનો દર ઘટીને ૧૨ ટકાએ પહોંચી ગયો હતો. નવેમ્બરમાં તો આ દર ફક્ત બે ટકા જ રહી ગયો હતો. ડિજિટલ પ્લેટફોર્મના સ્થાપક સચિન ટપરિયાનું કહેવું છે કે તે અત્યંત જરૂરી છે કે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને ધ્યાનમાં રાખતા કેન્દ્ર અને રાજ્ય સરકારો માસ્ક પહેરવાનું પાલન કરાવવા જાગૃતિ ફેલાવે અને તેનું પાલન કરવા માટે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા પગલાં ઉઠાવે.

અહેવાલમાં કહેવાયું છે કે એક ઇન્ડોર જગ્યાએ જો ચેપગ્રસ્ત વ્યક્તિએ માસ્ક ન પહેર્યો તો તે ફક્ત દસ મિનિટમાં બીજાને વાઇરસ આપી શકે છે. ગલે ઓમિક્રોન વેરિયન્ટ અંગે ચેતવણી આપવામાં આવી રહી છે તો માસ્ક પહેરવુ જરૂરી થઈ પડયું છે. આ વેરિયન્ટ વિશ્વના ૪૦થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.

દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો કેસ સામે આવ્યા પછી વધતી જતી ચિંતાઓ છતાં પણ લોકો માસ્ક પહેરવાના નિયમોનું જોઈએ તેવું પાલન કરતાં નથી

એક સર્વેક્ષણ મુજબ દર ત્રણમાંથી એક ભારતીયનું કહેવું છે કે તેમના વિસ્તારના મોટાભાગના લોકો ઘરોમાંથી બહાર નીકળતી વખતે માસ્ક પહેરતા નથી. ફક્ત બે ટકા લોકો જ માને છે કે તેમના વિસ્તારમાં લોકો માસ્ક પહેરવાના નિયમનું પાલન કરે છે. ડિજિટલ સમુદાય આધારિત પ્લેટફોર્મ (લોકલ સર્કલ) દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં આ મુદ્દે દેશના ૩૬૪ જિલ્લાઓમાં ૨૫ હજાર લોકોના પ્રતિસાદોને આવરી લેવાયા હતા. તેમા ૨૯ ટકા લોકોએ જણાવ્યું હતું કે માસ્ક પહેરવાના નિયમનું પાલન કરવાનો દર સારો છે.

Other News : હવે દુશ્મનોને ટૂંક સમયમાં મળશે જવાબ : ગૃહમંત્રી અમિત શાહ

Related posts

દેશમાં કોરોના વિસ્ફોટ : ૨૪ કલાકમાં ૧.૬૦ લાખથી વધુ કેસ નોંધાયા…

Charotar Sandesh

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ ૨૮-૨૯ જૂલાઈએ ગુજરાત અને તામિલનાડુના પ્રવાસે

Charotar Sandesh

રામ મંદિરના ઉદ્‌ઘાટનમાં અમેરિકા, બ્રિટન અને આફ્રિકા સહિત ૫૩ દેશોના ૧૦૦થી વધુ વિદેશી મહેમાનો હાજરી આપશે

Charotar Sandesh