તાપી : ગુજરાતના કેટલાંક વિસ્તારો માટે આગામી ૨૪ કલાક હજુ ભારે રહેશે તેમ હવામાન વિભાગ (weather department) દ્વારા આગાહી કરાઈ છે, જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ગુજરાતના સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, સૌરાષ્ટ્રમાં હાલ ભારે વરસાદની શક્યતા નહિવત દર્શાવવામાં આવેલ છે.
અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ રહેશે, આ સાથે આગામી ૨૪ કલાક બાદ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે, અને ભારે પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે, રાજ્યમાં હાલ સિઝનનો ૮૫ ટકા વરસાદ નોંધાયો છે
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે, આગામી ૨૪ કલાકમાં Ahemabad, ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે. સાથે જ પાટડી, દસાડા, વિરમગામ, માંડલમાં પણ વરસાદની શક્યતા છે. તેમણે જણાવ્યું કે, Mahesana, સમી, હારીજ, Kadi, બેચરાજી, ઝોટાણા, Banaskanth, Aravalli, Sabarkanthમાં વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તાર માટે હજુ ૨૪ કલાક ભારે બતાવ્યા છે. ૫ દિવસની આગાહી (alert)વચ્ચે આગામી ૨૪ કલાક દક્ષિણ ગુજરાત (South Gujarat)માં કેટલાક વિસ્તારમાં વરસાદ (Heavy Rain)ની આગાહી કરાઈ છે.
Other News : ફિલ્મ નાયકના અનિલ કપૂરની જેમ સીએમ ભૂપેન્દ્ર પટેલ, અરજદાર ઓનલાઈન રજૂઆતો કરી શકે તે માટે પોર્ટલ લોન્ચ, જુઓ