Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

પેટલાદ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો

સ્વાતંત્ર્ય પર્વ (independence day)

જિલ્લા કલેકટરશ્રીએ ૧૫ ઓગસ્ટના રોજ યોજાનાર સ્વાતંત્ર્ય પર્વ (independence day) ના કાર્યક્રમનું રિહર્સલ કર્યું

આણંદ : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાઈ રહેલા હર ઘર તિરંગા અભિયાનની સાથે આણંદ જિલ્લાના પેટલાદ ખાતે ૧૫મી ઓગસ્ટના રોજ ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વ (independence day) ની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે.

પેટલાદ સ્થિત નગરપાલિકા સ્ટેડિયમ ખાતે યોજાનાર આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સુચારૂ રૂપે થાય તે માટે જિલ્લા કલેકટરશ્રી મનોજ દક્ષિણીએ આજે સ્વાતંત્ર્ય પર્વ (independence day) ના કાર્યક્રમનું રિહર્સલ કર્યું હતુ. આ કાર્યક્રમ દરમિયાન ધ્વજવંદન, પ્લાટુન નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કોરોના વોરીયર્સનું સન્માન સહિતના વિવિધ કાર્યોનું રિહર્સલ કરી ઉપસ્થિત અધિકારી – કર્મચારીઓને જરૂરી સુચનાઓ આપી કાર્યક્રમનાં દિવસે પદાધિકારી – અધિકારીઓ સહિતના મહાનુભાવો અને વરિષ્ઠ નાગરિકો માટેની બેઠક વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતુ.

કાર્યક્રમ બાદ ૧૫ ઓગસ્ટના રોજ લોકાર્પિત થનારા શાહપુરના અમૃત સરોવરની પણ કલેકટર શ્રી દક્ષિણી સહિતના અધિકારીશ્રીઓએ મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વ (independence day) ના રિહર્સલ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલીન્દ બાપના, પ્રાંત અધિકારીશ્રી પ્રજ્ઞેશ જાની, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ તેમજ પોલીસ દળ અને એન.સી.સી.ના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Other News : શેરબજારના બિગબુલ રાકેશ ઝૂનઝૂનવાલાનું નિધન : મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધો અંતિમ શ્વાસ

Related posts

આણંદ : નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત ખાસ રોજગાર ભરતીમેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે

Charotar Sandesh

ઉમરેઠમાં કાચલીયા ટ્રસ્ટનું સ્મશાન જનસેવાર્થે ખુલ્લું મુકાયું…

Charotar Sandesh

આણંદની ટુંકી ગલીમાં પીઆઈ આરએન ખાંટ દ્વારા ફુટ પેટ્રોલીંગ છતાં દબાણો જૈસે થૈ ! કોઈ અસર નહીં

Charotar Sandesh