Charotar Sandesh
ગુજરાત

કોને ઓબીસીમાં સમાવવા તે રાજ્ય નક્કી કરશે નહીં કે કેન્દ્ર કે કોઈ પાર્ટીના નેતા : નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

ગાંધીનગર : ગુજરાત સરકારની મા અને મા વાત્સલ્ય યોજના કાર્ડ યોજના ૧૦માં વર્ષમાં પ્રવેશી છે. આ પ્રસંગે અહીની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, નવી PMJAY-મા યોજના હેઠળ ૨૭૦૦થી વધુ બિમારીઓ આવરી લઈને વિનામૂલ્યે સારવારની વ્યવસ્થા કરી છે. જેના માટે રાજ્યમાં ૩૦૦૦ સરકારી અને ખાનગી હોસ્પિટલોનો સમાવેશ કર્યો છે.

રાજ્યમાં કોઈ પણ નાગરિકનું પૈસા કે સારવારના અભાવે મૃત્યુ ન થાય એ જ સરકારનો નિર્ધાર છે

યોજના હઠેળ ૩૫ લાખથી વધુ પરીવારોને રૃ.૫૨૦૦ કરોડની વિના મૂલ્યે સારવાર પૂરી પાડવામાં આવી છે.ગુજરાતના પાટીદારોને OBCમાં ન સમાવવા જોઈએ તેવુ કેન્દ્રીય કેબિનેટ મંત્રી રામદાસ આઠવલેનું નિવદેન યોગ્ય નથી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, કોઈ પણ જ્ઞાાતિ કે સમુહનો સર્વે કરીને OBCમાં સમાવવાનો અધિકાર રાજ્યોને મળ્યો છે. કેન્દ્રના કે પછી કોઈ પણ પાર્ટીના નેતા આ પ્રકારનું નિવદેન કરે તે યોગ્ય નથી. OBCમાં કોને સમાવવા તે રાજ્યોના ક્ષેત્રાધિકારની બાબત છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના કાર્યક્રમ બાદ નીતિન પટેલે મીડિયા સમક્ષ ઉપરોક્ત પ્રતિક્રિયા આપી હતી.

તેમણે કહ્યુ કે, મારી સમજણ અને જાણકારી મુજબ ભારત સરકારે કાયદામાં સુધારો કર્યો છે તે મુજબ એક આખી પ્રક્રિયા છે. આ કાયદામાં સુધારાને આધારે નિયમો નક્કી થશે. OBCનો લાભ માટે પણ વ્યાપક સ્તરે થતી લાંબી પ્રક્રિયા છે. જેમણે લાભ લેવો હોય તેમની માંગણીના આધારે સર્વે થાય અને તેમાંય યોગ્ય લાગે તો જ લાભ મળી શકે છે.

Other News : ઓછા વરસાદના કારણે બાજરી, કપાસ અને મગફળીનું વાવેતર ઓછું

Related posts

સ્માર્ટ સીટી અમદાવાદમાં ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીને આવકારતા બેનર્સ લાગ્યા…

Charotar Sandesh

રાજ્યમાં હજુ બે દિવસ હાડ થીજવતી ઠંડીની કરાઈ આગાહી…

Charotar Sandesh

વલસાડ, તાપી અને નવસારીમાં કોરોનાએ એન્ટ્રી કરી છે, રાજ્યના ૫ જીલ્લા કોરોનામુક્ત…

Charotar Sandesh