નવીદિલ્હી : કેરળમાં ઓમિક્રોન ચેપના વધુ ચાર કેસ નોંધાયા પછી, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને ૧૧ થઈ ગઈ છે. તિરુવનંતપુરમમાં બે લોકો કોરોના વાયરસના આ પ્રકારથી સંક્રમિત જોવા મળ્યા હતા. તેમાંથી એકની ઉંમર ૧૭ વર્ષ અને બીજી ૪૪ વર્ષની છે.
મલપ્પુરમમાં ૩૭ વર્ષીય વ્યક્તિ સંક્રમિત જોવા મળ્યો હતો જ્યારે ૪૯ વર્ષીય વ્યક્તિ થ્રિસુરમાં ચેપગ્રસ્ત મળી આવ્યો હતો.
ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા શનિવારે વધીને ૧૪૩ થઈ ગઈ છે.
તેલંગાણામાંથી ૧૨ કેસ, કર્ણાટકમાંથી છ, કેરળમાંથી ચાર, જ્યારે મહારાષ્ટ્રમાં વધુ આઠ દર્દીઓમાં ચેપની પુષ્ટિ થઈ છે
કેન્દ્રીય અને રાજ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહારાષ્ટ્ર (૪૮), દિલ્હી (૨૨), રાજસ્થાન (૧૭) અને કર્ણાટક (૧૪), તેલંગાણા (૨૦), ગુજરાત (૭), કેરળ (૧૧) છે. આંધ્રપ્રદેશ (૧), ચંદીગઢ (૧), તમિલનાડુ (૧) અને પશ્ચિમ બંગાળ (૧)માં ઓમિક્રોન કેસ નોંધાયા છે. કર્ણાટકમાં ઓમિક્રોન વેરિઅન્ટના વધુ છ કેસ નોંધાયા છે. ચેપના છ કેસોમાંથી, દક્ષિણ કન્નડ જિલ્લાની બે શૈક્ષણિક સંસ્થાઓમાં પાંચ કેસ નોંધાયા હતા. હવે રાજ્યમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધીને ૧૪ થઈ ગઈ છે.
કર્ણાટકના આરોગ્ય પ્રધાન કે સુધાકરે ટિ્વટ કર્યું કે દક્ષિણ કન્નડની બે શૈક્ષણિક સંસ્થાઓમાંથી આજે કોવિડના બે ક્લસ્ટર નોંધાયા છેઃ ક્લસ્ટર વનઃ ૧૪ કેસ (જેમાંથી ચાર ઓમિક્રોનના છે). ક્લસ્ટર બેઃ ૧૯ કેસ (એક ઓમિક્રોનનો છે). કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે તિરુવનંતપુરમમાં સંક્રમિત જોવા મળેલો ૧૭ વર્ષનો છોકરો બ્રિટનથી આવ્યો હતો, જ્યારે ૪૪ વર્ષીય વ્યક્તિ ટ્યુનિશિયાથી ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા આવ્યો હતો.
મલપ્પુરમમાં જોવા મળેલો દર્દી તાન્ઝાનિયાથી આવ્યો હતો, જ્યારે ત્રિશૂરનો વતની કેન્યાથી આવ્યો હતો. તેલંગાણામાં ઓમિક્રોનના વધુ ૧૨ કેસના આગમન સાથે નવા પ્રકારથી સંક્રમિતોની સંખ્યા વધીને ૨૦ થઈ ગઈ છે.
Other News : ફ્લાઈટમાં ૩૯ ટકા મુસાફરો કસ્ટમર સર્વિસથી નારાજ : નવેમ્બર મહિનામાં જ ૫૫૪ ફરિયાદો નોંધાઈ