Charotar Sandesh
ઈન્ડિયા

TMCની હેટ્રિક,DMKને બહુમત, કેરળમાં LDF અને આસામમાં ભાજપ આગળ…

ચૂંટણીના પરિણામ : બંગાળના જંગમાં મમતા બેનરજીનો પક્ષ TMC ૧૯૪ બેઠકો પર આગળ, ભાજપ ૮૦ પર

કોલકાતા : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે સાંજ સુધીમાં આવશે. શરૂઆતના રૂઝાનને જોતા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનરજીનો પક્ષ તૃણમૂલ કોંગ્રેસ જીતની હેટ્રિક રચે તેવી શક્યતા છે. જ્યારે તમિલનાડુમાં ડીએમકે બહુમત મેળવી શકે છે. કેરળમાં કોંગ્રેસ અને સીપીઆઈએમના ગઠબંધન એલડીએફની સરકાર રચાવાનું લગભગ નક્કી જણાય છે. પુડુચેરીમાં ઓલ ઈન્ડિયા એન આર કોંગ્રેસ સૌથી મોટો પક્ષ રહ્યો છે. પ્રાથમિક ટ્રેન્ડમાં આસામમાં ભાજપ વધુ બેઠકો સાથે આગળ ચાલી રહ્યો છે.

પશ્ચિમ બંગાળ ઈલેક્શન રીઝલ્ટ :
બપોરના મધ્યાંતર સુધીની પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ બંગાળમાં ૨૯૨ વિધાનસભા બેઠકો પૈકી ૨૭૮ બેઠકોના ટ્રેન્ડ જાહેર થયા હતા જેમાં ટીએમસી ૧૯૪ બેઠકો પર ભાજપ ૮૦ બેઠકો પર, અપક્ષ બે બેઠકો પર જ્યારે કોંગ્રેસ એક બેઠક પર આગળ ચાલી રહ્યો છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી શરૂઆતી ટ્રેન્ડમાં નંદીગ્રામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર શુવેન્દુ અધિકારી કરતા પાછળ ચાલી રહ્યા છે. ચોથા રાઉન્ડની ગણતરી સુધીમાં મમતા બેનરજી ૮,૨૦૦ મતથી પાછળ હતા.

તમિલનાડુ ઈલેક્શન રીઝલ્ટ :
તમિલનાડુમાં એક જ તબક્કામાં ૨૩૪ વિધાનસભા બેઠક માટે મતદાન યોજાયું હતું. આજે મતગણતરી થઈ રહી છે જેમાં ૨૨૪ બેઠકોના રૂઝાનને જોતા સ્ટાલિનના પક્ષ દ્રવિડ મુન્નેત્રા કાઝગમ (ડીએમકે) ૧૧૩ બેઠકો સાથે બહુમત સાથે આગળ છે. હરીફ પક્ષ એઆઈએડીએમકે ૭૯ બેઠકો પર આગળ છે. કોંગ્રેસ ૧૧ બેઠકો પર જ્યારે ભાજપ ચાર બેઠકો પર આગળ છે.

કેરળ ઈલેક્શન રીઝલ્ટ :
કેરળમાં સીપીઆઈએમ અને કોંગ્રેસના ગઠબંધન સાથે એલડીએફની સરકાર રચાવાની સંભાવના છે. ૧૪૦ પૈકી ૧૩૯ બેઠકોના રૂઝાન મુજબ સીપીઆઈએમ ૫૫ બેઠકો પર અને કોંગ્રેસ ૨૫ બેઠકો પર આગળ છે. ભાજપ ફક્ત ત્રણ બેઠક પર આગળ છે.

પુડુચેરી ઈલેક્શન રીઝલ્ટ :
પુડુચેરીમાં ૧૨ વિધાનસભા બેઠકો પૈકી ઓલ ઈન્ડિયા એન આર કોંગ્રેસ ૬ બેઠકો સાથી સૌથી મોટા પક્ષ તરીકે આગળ જણાય છે. શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ ત્રણ બેઠક પર આગળ છે અને કોંગ્રેસ એક બેઠક પર આગળ હોવાનું જોવા મળે છે.

આસામ ઈલેક્શન રીઝલ્ટ :
આસામમાં ૧૨૬ વિધાનસભા બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. આજરોજ હાથ ધરાયેલી મતગણતરીમાં ૧૧૮ બેઠકોના રૂઝાનને જોતા ભાજપ ૬૦ બેઠકો સાથે આગળ રહ્યો હતો. કોંગ્રેસ ૨૬ બેઠકો પર, એઆઈયુડીએફ ૧૧ બેઠકો પર, અસોમ ગાના પરિષદ ૧૦ બેઠક પર અને યુપીપીએલ સાત બેઠક પર આગળ હતા.

Related posts

કોરોના હાંફ્યો : ૨૪ કલાકમાં ૨૬,૫૬૭ પોઝિટિવ કેસ નોંધાયા…

Charotar Sandesh

શેરબજારમાં તેજી : સેન્સેક્સ ૩૬૨ અંક વધી ૩૮,૦૦૦ને પાર

Charotar Sandesh

ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

Charotar Sandesh