આણંદ : મહિલા… મ એટલે મહાન, હિ એટલે હિતકારી અને લા એટલે લાજવંતી….! આટલો સુંદર અર્થ એક મહિલામાં છુપાયેલો છે. જે હંમેશા પોતાના ઘર, પરિવાર, સમાજ, રાષ્ટ્રની ઉન્નતિ માટે મહાન, હિતકારી અને વખત આવ્યે લાજવંતી બની રહે છે.
ભારતમાં સદીઓથી કહેવામાં આવ્યું છે કે ‘નારી તું છે નારાયણી…!’, ’જ્યાં નારીનો વાંસ હોય ત્યાં દેવતાઓનો વાસ છે’
ત્યારે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આ દિવસ ના રોજ નારીશક્તિ ને સન્માનિત કરવાનો અવસર છે તેવું કહેવું જરા પણ અતિશ્યોક્તિ નથી. આણંદ ખાતે છેલ્લા ૩ વર્ષ થી અમીન ઓટો, રાજશ્રી ઝુંપડપટ્ટી, લોટીયા ભાગોળ, નવાઘરાં ના શ્રમ વિસ્તાર ના બાળકો ને નિઃશુલ્ક અભ્યાસ કરાવનાર તથા બેટી બચાવો બેટી પઢાઓ જેવા અભિયાન ને લોકજાગૃતિ માટે પ્રયત્નશીલ એવા બેન શ્રી હિનાબેન બુધાભાઈ તડવી સાથે આણંદ સાંસદ મિતેશભાઈ પટેલ બકાભાઈએ મુલાકાત કરી ને તેમને આ કાર્ય બદલ સન્માનિત કર્યા હતા.
Other News : હેલ્મેટ ડ્રાઈવના પ્રથમ દિવસે કડકાઈ નહીં : વિદ્યાનગર પોલીસે હેલ્મેટ ધારકને ગુલાબ આપી સ્વાગત કર્યું