Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

યુક્રેનમાં અભ્યાસ કરતા આણંદના બે વિદ્યાર્થીઓ સાંસદ મિતેષભાઈ પટેલની રાહબરી હેઠળ પરત આવશે

રશિયા અને યુક્રેન

ગમે ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થવાની ભીતિને લઈને વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ

આણંદ : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલ આણંદના બે યુવાનોને પરત લાવવા માટે સાંસદ મિતેષભાઈ પટેલ એ પ્રયત્નો તેજ કરી રહ્યા છે અને આગામી તા. ૧૯મી તારીખના રોજ અન્ય ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે પરત ફરશે તેમ મનાઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મેરિકાના પ્રેસિડન્ટ અને રશિયનના પ્રેસિડન્ટની વચ્ચે યુદ્ધ અટકાવવા થયેલી વાટાઘાટો પણ પડી ભાગી હોઈ અમેરિકા સહિત ઘણા દેશોએ પણ પોતાના દૂતાવાસોમાંથી પોતાના ડેલિગેશનોને સ્વદેશ પરત રવાના થવાના આદેશો આપી દીધા છે. યુક્રેનમાં અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે સ્થાયી થયેલા છે. હાલ ત્યાં વિમાની સેવા પણ પ્રભાવિત થઈ છે. જેને કારણે પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે.

આણંદના બે વિદ્યાર્થીના પરિવારજનોએ સાંસદ મિતેષભાઈ પટેલનો સંપર્ક કરી તેમના સંતાનોને વહેલાસર પરત લાવવા મદદ કરવા અપીલ કરી છે

આણંદના નીલ ધર્મેન્દ્રકુમાર નાયક અને નમન હરેશભાઇ સોની યુક્રેનમાં મ્જીસ્ેં સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી ચેર્નિવિસ્ટી (યુક્રેન)માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીના પરિવારજનોએ આણંદના સાંસદ મિતેષભાઈ પટેલનો સંપર્ક કર્યો છે. જેના પગલે બન્ને ૧૯મીએ હેમખેમ વતન પરત પહોંચશે.

Other News : આણંદ જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારો માટે તા.૧૭ અને ૨૨ ફેબ્રુઆરીના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

Related posts

ડાકોર મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત : ૨ બહેનોએ રણછોડરાયની સેવા પુજા કરવાનો અધિકાર માંગ્યો

Charotar Sandesh

ધોરણ ૧૨ના પરિણામ અંગે જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ખાસ નોંધ…

Charotar Sandesh

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ

Charotar Sandesh