Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ ખાતે ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવ કાર્યક્રમ યોજાયો

વીજ મહોત્સવ કાર્યક્રમ

વડાપ્રધાનશ્રીની દૂરદર્શિતા અને પ્રતિબદ્ધતાના કારણે દેશના ઉર્જાક્ષેત્રમાં થયો અવિરત વિકાસ : જિલ્લા કલેક્ટરશ્રી મનોજ દક્ષિણી

આણંદ : આણંદ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની છેવાડાના માનવી સુધી ઉપલબ્ધ કરાવેલી વિદ્યુતક્ષેત્રની અભૂતપૂર્વ સિદ્ધિઓને જન-જન સુધી પહોંચાડવા માટે વીજળી મહોત્સવ (vijdi mahotsav) કાર્યક્રમ અંતર્ગત ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય પાવર@૨૦૪૭ વીજળી મહોત્સવ (vijdi mahotsav) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..

જિલ્લા કલેક્ટર (collector) મનોજ દક્ષિણીએ જણાવ્યું હતું કે વિકાસકાર્યો થકી છેવાડાના માનવી સુધી જરૂરી અને અનિવાર્ય સુવિધાઓ પહોંચાડવામાં આવી છે. વડાપ્રધાનશ્રીની દૂરદર્શિતા અને પ્રતિબદ્ધતાને બિરદાવતા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ૨૪ કલાક વીજળી આપવાનો સંકલ્પ કર્યો હતો. આજે ગુજરાતના ગામડે-ગામડે વીજળી મળી રહી છે. સરકાર હંમેશા લોકોની સુખાકારી માટે કાર્યરત છે અને તેના લીધે જ સુવિધાયુક્ત વીજમાળખું ગુજરાતમાં શક્ય બન્યું છે.

આણંદના અધિક્ષક ઇજનેરશ્રી એમ. ડી. રાઠવાએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણીના ભાગ રૂપે, ઉર્જા મંત્રાલય અને MNRE, રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચેના સહયોગની ઉજવણી કરવા અને ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્યની છત્ર હેઠળ ઉર્જાક્ષેત્રની મુખ્ય સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે કાર્યક્રમોનું આયોજન કરે છે. સરકાર અને ઊર્જા વિભાગના સામુહિક ઉપક્રમે વિવિધ યોજનાઓ ક્ષેત્રે હાંસલ કરેલ સિધ્ધિઓ અને છેવાડાના માનવીઓના ઉત્થાન માટે પૂરી પાડવામાં આવી રહેલ સેવા-સુવિધાઓ વિશે જાણકારી આપી હતી.

પ્રારંભમાં એમ.જી.વી.સી.એલ. આણંદના કાર્યપાલક ઇજનેર શ્રી એમ.ડી.દલવાડીએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનો આવકાર કર્યો હતો

આ કાર્યક્રમમાં પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના સિનિયર જનરલ મેનેજરશ્રી રાજેશકુમાર ગુપ્તા, આણંદ જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી સંજયભાઈ પટેલ,આણંદ નગરપાલિકા કારોબારી સમિતિ ચેરમેનશ્રી સચિનભાઈ, આણંદના મામલતદારશ્રી નિલેષભાઈ રબારી, અગ્રણીઓ સર્વ શ્રી વિપુલભાઈ પટેલ અને  મયુરભાઈ સુથાર અન્ય અધિકારીઓ સહિત સરકારની વિવિધ વીજ યોજનાના લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Other News : પેટલાદ સિવિલમાં ડૉક્ટરોએ લેપ્રોટોમી દ્વારા મહિલાના ગર્ભાશયમાંથી બે કિલોથી વધુની ગાંઠનું સફળ ઓપરેશન કર્યું

Related posts

’અગલે બરસ તું જલ્દી આ’ ના જયનાદ સાથે વાજતે ગાજતે બાપ્પાની વિદાય…

Charotar Sandesh

આણંદ જિલ્લાના ઈતિહાસમાં સૌપ્રથમવાર એક સાથે ૩૦ ખેલાડીઓ નેશનલ ગેમમાં સીલેક્ટ થયા…

Charotar Sandesh

આણંદમાં અને બનાસકાંઠામાં કુલ આઠ બાળકોના ડિપ્થેરિયા રોગથી મોત…

Charotar Sandesh